
Bharat Kapadia નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. આજે ઇટાલી ના લોકો ઘર મા કેદ વીચારી રહ્યા છે કે 2 અઠવાડિયા પહેલા આ બધુ ખબર હોત તો ઘર મા જ રહેત. 2 અઠવાડિયા પછી તમારે શુ વીચારવુ છે તે તમારે આજે નક્કી કરવાનુ છે.
આપડી ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડાઈ લડવા માટે તમારી સામે મદદ નો હાથ લંબાવ્યો છે તો ફક્ત ઘર મા રહી ને ગરવી ગુજરાત ને મદદ કરો. કોરોના સામે ની લડાઇ મા તમે એક સૈનિક છો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે વ્યક્તિ છે તે ઈટાલીના વડાપ્રધાન છે અને તે પોતે કોરોના વાયરસને કારણે પોતાના દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા હતા. આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ફોટોમાં જે વ્યક્તિ છે તે ઈટાલીના વડાપ્રધાન છે અને તે પોતે કોરોના વાયરસને કારણે પોતાના દેશના લોકોને મરતા જોઈને રડી રહ્યા છે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે તે ઈટાલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંટે નથી પરંતું બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો છે. 17 ડિસેમ્બર, 2019 ના રોજ poder360.com.br નામની વેબસાઈટ દ્વારા આ ફોટોને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો પ્લાનાલ્ટો પેલેસમાં એક ઈંજિલ થેંક્સગિવિંગ સર્વિસનો છે. 2018 ના ચૂંટણી અભિયાન વખતે જુઇજ ડે ફોરા (MG) માં છરી વડે કરવામાં આવેલા હુમલાને યાદ કરતી વેળાએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો રડી પડ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને Rajasthan Patrika દ્વારા 7 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પરથી એ જાણવા મળ્યું હતું કે, બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર સમયે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાયર બોલ્સોનારો પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે તમે ઈટાલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંટે અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈટાલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંટેનો નહીં પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈટાલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંટેનો નહીં પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન કોરોના વાયરસના કારણે દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
