
I Support Namo નામના પેજ પર તા.25 એપ્રિલના નરેન્દ્ર શુકલ નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાહુલ ગાંધી રાજીવ ગાંધીના પુત્ર નથી તેવો અમેરિકાના ડીએનએ નિષ્ણાતે દાવો કર્યો છે.” આ પોસ્ટ પર 252 લોકોએ તેના પ્રતિભાવ આપ્યા હતા, 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 155થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલની મદદ લીધી અને ગૂગલ પર રાહુલ ગાંધીનો અમેરિકામાં ડીએનએ ટેસ્ટ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા,

ઉપરોક્ત મળેલા પરિણામોમાં અમને એક પણ પરિણામમાં રાહુલ ગાંધીનો અમેરિકામાં ડીએનએ ટેસ્ટ થયો હોય કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય તેવુ જાણવા મળ્યું ન હતું.
ત્યારબાદ ઉપરોક્ત પોસ્ટ ધ્યાનથી વાંચતા જાણવા મળ્યું હતું કે, અમેરિકાના જે ડીએનએ નિષ્ણાત દ્વારા દાવો કરવામાં આવ્યો છે, તે કોની સાથે જોડાયેલા છે, રાજીવ ગાંધીના ડીએનએ સેમ્પલ તેમની પાસે ક્યાંથી આવ્યા. તેમજ તેઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે, કઈ લેબોરેટરીમાં આ પરિક્ષણ કરવામાં આવ્યું. તેવો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
ત્યાર અમે રાહુલ ગાંધી દ્વારા લોકસભા 2014માં અમેઠી વિધાનસભા પર ચુંટણી લડી હતી, ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલું ઘોષણાપત્ર અમને મળ્યું હતું, જેમાં તેમને તેમના પિતાનું નામ રાજીવ ગાંધી દર્શાવ્યું હતું.

ત્યારબાદ રાહુલ ગાંધીનો આ પ્રકારે કોઈ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે કે કેમ, તે અંગે કોંગ્રસ પ્રવકતા ડો. મનીષ દોશી જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “હાલ ચૂંટણીનો માહોલ છે, ત્યારે આ પ્રકારે ખોટી પોસ્ટ બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરવા વિરોધી પક્ષ કાવતરા કરતું હોય છે, આ વાત સાવ ખોટી છે. કે રાહુલ ગાંઘીનો અમેરિકામાં કોઈ ડીએનએ ટેસ્ટ કરવવામાં આવ્યો હોય”

પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, અમેરિકામાં રાહુલ ગાંધીનો ક્યાંય પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હોય તેવું સાબિત થતું નથી.

Title:શું ખરેખર રાજીવ ગાંધીના પુત્ર નથી રાહુલ ગાંધી..? જાણો શું છે સત્ય………..
Fact Check By: Frany KariaResult: False
