
ફેસબુક પર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં ઈસ્લામિક ઝંડો જોઈ શકાય છે. આ ફોટોને Kaju Parmar નામની વ્યક્તિ દ્વારા 5 એપ્રિલના રોજ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોને લગભગ 200 જેટલી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ છે ઉપરાંત 38 જેટલા લોકોએ આ ફોટોને શેર કર્યો છે. આ સિવાય Kapilsinh Parmar નામના વ્યક્તિ દ્વારા પણ આ ફોટોને અપલોડ કરવામાં આવ્યો હતો.
સંશોધન દ્વારા એવું જાણવા મળે છે કે,
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોનું સત્ય જાણવું ખૂબ જ જરુરી હતું જેને પરીણામે અમે સંશોધનની શરુઆત કરી. સંશોધનમાં સૌપ્રથમ આ ફોટોને ગુગલ સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામ પ્રાપ્ત થયા.

આ તમામ પરિણામોની ઝીણવટપૂર્વક તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, આ ફોટો અસમમાં પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા બોગીપુલની છે. 25 ડિસેમ્બર, 2018 ના દિવસે આ પુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ સમાચારને તમામ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) ની વેબસાઈટ પર પણ ઓરિજનલ ફોટો મૂકવામાં આવ્યો છે.

narendramodi.in વેબસાઈટ પર પણ તમે બોગીપુલના ઉદઘાટનના ફોટો જોઈ શકો છો.
સંશોધનના અંતમાં એ સાબિત થાય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈસ્લામિક ઝંડા સાથેના ફોટોમાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરવામાં આવી છે. ઓરિજનલ ફોટોમાં ચાંદ અને તારાને એડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે.


પરિણામ:
સંશોધનના અંતમાં અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈસ્લામિક ઝંડા સાથેનો ફોટો ખોટો છે તેને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે ઇસ્લામિક ઝંડો? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
