
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડરુમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બેડરુમનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં બેડરુમનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને અરવિંદ કેજરીવાલના રિનોવેશન કરાયેલા બંગલા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્લી સલટન્ટ કે પાદ-શાહે ઔરંગઝેબ પુત્ર છી છી છી 787 છી જહાંપનાહ કેજરુદ્દીન ના શીશમહેલના બેડરૂમના દર્શન કરી ભૂંડ પાસિયાઓ આપીયાઓ ધન્ય થઈ જજો… જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બેડરુમનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો Royal Home Interiors & Construction
દ્વારા તેના ફેસબુક પેજ પર 3 એપ્રિલ, 2021 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આજ ફોટો અમને અન્ય જગ્યાએ પણ પ્રાપ્ત થયો હતો જે તમે અહીં જોઈ શકો છો. koloapp.in | plybasket.com
અમારી વધુ તપાસમાં અમને એક યુટ્યુબ ચેનલ પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 21 ડિસેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં 3.14 મિનિટ પર જોવા મળ્યો હતો.
અમારી વધુ તપાસમાં કેજરીવાલ દ્વારા રિનોવેશન કરવામાં આવેલા બંગલોના વીડિયો અને ફોટા સાથેના સમાચાર એનડીટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં તમે કેજરીવાલનો સંપૂર્ણ રિનોવેશન કરાયેલો બંગલો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેડરુમનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને અરવિંદ કેજરીવાલના રિનોવેશન કરાયેલા બંગલા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો અરવિંદ કેજરીવાલના બેડરુમના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
