
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ સાથે વડોદરા સુરત ને રાજકોટ મા પણ
BSF અને CRPF ની એન્ટ્રી હવે મોર નય ઢેલ બોલશે” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો મંતવ્યો જણાવ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદની સાથે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ BSF અને CRPFની એન્ટ્રી થઈ ગઈ છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “સુરત, બરોડા, રાજકોટમાં CRPF-BSF તૈનાત” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ગુજરાત સમાચારનો તારીખ 12 એપ્રિલ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદની સરહદોને સીલ કરવામાં આવી પોલીસની સાથે CRPF, BSF પણ બંદોબસ્ત સંભાળશે.”

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને દિવ્યભાસ્કરનો તારીખ 12 એપ્રિલ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદ શહેરના બધા એન્ટ્રી પોઈન્ટ બંધ કરવાની સાથે હોટ સ્પોટ વિસ્તારમાં CRPF અને BSF તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પણ સરહદો સીલ કરવામાં આવશે.”

ત્યારબાદ અમે અમારી પડતાલને વધૂ મજબુત કરવા ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલમાં આ પ્રકારે કોઈ સીઆરપીએફની કોઈ ટુકડી મુકવામાં નથી. જે બાબતે અમારા ડીજીપી દ્વારા પ્રેસકોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, હાલ અમદાવાદમાં જ સીઆરપીએફ, બીએસએફને ગોઠવવામાં આવી છે. રાજકોટ, સુરત, બરોડામાં સીઆરપીએફ અને બીએસએફની જરૂર પડ્યે મુકવામાં આવશે, હાલમાં મુકવામાં આવી નથી.

Title:શું ખરેખર સુરત-બરોડા અને રાજકોટમાં પણ CRPF અને BSFની એન્ટ્રી થઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
