
શું ખેરખર આંણદમાં વોટીંગ કરતા પણ ગણતરીમાં વધુ મત નીકળ્યા..? જાણો શું છે સત્ય…કનુ દરબાર નામના ફેસબુક યુઝર દ્વારા 23 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#અમારે ત્યાં ચુંટણી માં જાદુગરનો ખેલ જોવા મળ્યો.” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 343 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 36 લોકો દ્વારા આ પોસ્ટમાં પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા હતા. 462 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મતદાન થયુ તેના કરતા 1.32 લાખ મત વધુ નીકળ્યા છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે આંણદમાં લોકસભા 2019માં કેટલુ વોટિંગ થયું તે જાણવા પ્રયત્ન હાથ ઘર્યો હતો, તો અમને આંણદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલો ફાઈનલ વોટીંગનો આંકડો મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત માહિતી પરથી અમને જાણવા મળ્યુ કે, આંણદ લોકસભા 2019ની ચૂંટણી માટે 1108749 લોકો દ્વારા વોટીંગ કરવામાં આવ્યુ હતુ. હવે મતગણતરીમાં કેટલા વોટની ગણતરી કરવામાં આવી તે જાણવું પણ જરૂરી હતુ તેથી અમે ઈલેક્શન કમિશનની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી, તેમાં પણ આપ જોઈ શકો છો. કેટલા મતોની ગણતરી કરવામાં આવ્યું છે.


ઉપરોક્ત બંનેની સરખામણી કરતા અમને ક્યાંય પણ 1 લાખ 32 હજાર 203 મત ગણતરી દરમિયાન વધુ નીકળ્યા હોવાનું જોવા મળ્યુ ન હતુ. છતા પણ આ અંગે કોઈ વધુ સપષ્ટતા કરવા અમે આંણદના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે આંણદ જિલ્લા કલેક્ટર દિલિપ કુમાર રાણા જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વાત ખોટી છે. જેટલા વોટ પડ્યા છે. તેટલા વોટની જ ગણતરી કરવામાં આવી છે. આપ ઈલેકશન કમિશનની મુખ્ય વેબસાઈટ પર જોઈ શકો છો. જેટલુ મતદાન થયુ છે. તેટલા જ મતની ગણતરી કરાઈ છે. તેમાં કોઈ ભુલ નથી થઈ. આપ કહી રહ્યા છો તે વાત સાવ ખોટી છે.”

આંણદ લોકસભા-2019માં મતગણતરીમાં કોઈ ભુલ ન થયાનું અમારી પડતાલમાં સાબિત થયું છે. જેટલા મત લોકો દ્વારા કરવામાં આવ્યા છે. તેટલા જ મતની ગણતરી કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 1.32 લાખ મત ગણતરીમાં વધુ નીકળ્યા હોવાનું ક્યાંય સાબિત થતુ નથી.

Title:શું ખેરખર આંણદમાં વોટીંગ કરતા પણ ગણતરીમાં વધુ મત નીકળ્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
