શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Vasant Dagara નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર તારીખ 1 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 744 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1100થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાબા રામદેવ દ્વારા 2212 કરોડ રૂપિયાનું  બુચ મારી દેવામાં આવ્યુ છે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ આ પ્રકારની વાત સોશિયલ મિડિયામાં આવી ક્યાંથી તે જાણવું જરૂરી હતું. હાલમાં RBI દ્વારા એક આરટીઆઈના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. સાંકેત ગોખલે નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટની અરજીના જવાબમાં આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આરબીઆઈ દ્વારા 30 સપ્ટેમ્બર 2019 પહેલાના 50 કંપનીના 68000 કરોડ રૂપિયા રિર્ટન ઓફ કરી દિધા હતા. સાકેત ગોખલે દ્વારા ટ્વિટ કરી આ દસ્તાવેજો શેર કરવામાં આવ્યા હતા.

ARCHIVE

આ યાદીમાં પતંજલિનું નામ ન હતુ. પરંતુ રૂચિ સોયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું નામ લખવામાં આવ્યુ હતુ, જે પતંજલિ સમૂહનો ભાગ છે. રેકોર્ડ અનુસાર, આ કંપનીના નામે 2212 કરોડ રૂપિયા લખવામાં આવ્યા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થયુ હતુ કે, તમામ દસ્તાવેજ સપ્ટેમ્બર 2019 સુધીના છે. રૂચિ સોયા કંપની ઈન્સોલ્વેંસી અને બેંક કરપ્સી કોડ હેઠળ કામ કરી રહી હતી. બાબા રામદેવના પંતજલિ સમૂહ દ્વારા આ કંપનીને ખરીદવાની દિલચસ્પી ડિસેમ્બર 2019માં દેખાડી હતી અને પંતજલિએ 4350 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ સ્વિકાર કર્યો હતો. 

Livemint | Archive

પંતાજલિ કંપનીએ રુચિ સોયા કંપની અધિગ્રહળ કરી તે પહેલા જ આરબીઆઈ દ્વારા રૂચિ સોયાના 2212 કરોડ રૂપિયા રિર્ટન ઓફ કર્યા હતા. જે અંગેની સમજણ સુપ્રિમ કોર્ટના વકિલ અને સામાજિક કાર્યકર પ્રશાંત ભૂષણને થતા તેમના દ્વારા પતંજલિ વિરૂધ્ધમાં કરેલા પોતાના ટ્વિટ અંગે તેમને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. ટૂંકમાં માફી માંગી હતી. 

Archive

ફેક્ટ ક્રેસન્ડોની મલ્યાલમ ટીમ દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાબા રામદેવ દ્વારા 2212 કરોડ રૂપિયા બુચ મારવામાં આવ્યા તે વાત તદ્દન ખોટી છે. બાબારામ દેવ દ્વારા ડિસેમ્બર 2019માં રૂચિ સોયા કંપની ખરિદવાની ઈચ્છા જણાવી  હતી. જ્યારે આરબીઆઈ દ્વારા સપ્ટેમ્બર 2019માં રૂચિ સોયા કંપનીના 2212 કરોડ રિટર્ન ઓફ કરી દિધા હતા. 

Avatar

Title:શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False