શું ખરેખર પ્રિયંકા ગાંધીએ બાળકોને અપશબ્દ શીખડાવ્યા.? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી દ્વારા બાળકોને અપશબ્દો શીખડાવવામાં આવ્યા હતા.? લખાણ સાથે એક વીડીયો મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોને અમે ફેસબુક પર સર્ચ કરતા Rahul Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 1 મે 2019ના આ જ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, “प्रियंका वाड्रा छोटे बच्चों को यह सिखा रही हैं…..”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 323 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, 222 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, જયારે 923 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી છે.

ARCHIVE | PHTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અને અમને મળેલા વિનંતી મેઈલ પરથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌપ્રથમ અમે જુદા-જુદા કિવર્ડના માધ્યમથી ટ્વિટર અને યુ-ટ્યુબ પર ઉપરોક્ત વીડિયોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. 30 એપ્રિલ 2019ના ALL INDIA MAHILA CONGRESS ના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો હતો. શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું કે, “फर्क देखिए @priyankagandhi ने मोदीजी के लिए आपत्तिजनक शब्दों का इस्तेमाल करते हुए बच्चों को यह कहते हुए रोक दिया कि “ये नहीं, अच्छा नहीं लग रहा” | मुझे उम्मीद है @narendramodi प्रियंका जी से सबक लेंगे जब वह “जर्सी गाय”, “विधवा” और “१०० करोड़ की प्रेमिका” जैसी शब्दों का उपयोग करता है |” તેની સાથે એક વીડિયો પણ મૂકવામાં આવ્યો હતો, આ વીડિયો 28 સેકેન્ડનો છે, જેમાં પીએમ સામે બાળકોએ અપશબ્દો બોલ્યા તો પ્રિયંકા ગાંધી દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા.

“यह वाला नहीं, यह वाला नहीं अच्छा नहीं लगता | अच्छे बच्चे वालें, ठीक है |”

આ સાંભળ્યા પછી બાળકોઓએ “રાહુલ ગાંધી જિંદાબાદ”ના નારા લગાવ્યા હતા.

ARCHIVE

આ વીડિયોને કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક સરલ પટેલ દ્વારાર તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્રારા ટ્વિટ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જયારે ઉત્સાહમાં બાળકોએ પીએમ નરેન્દ્ર મોદી વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, ત્યારે પ્રિયંકા ગાંધીએ બાળકોને રોક્યા હતા અને “અચ્છે બચો બનો” તેવું કહેવામાં આવ્યું હતું.

ARCHIVE

આ વીડિયો 30 એપ્રિલ 2019ના દિવ્ય ભાસ્કત હિંદીએ પણ તેમના યુ-ટયુબ પર અપલોડ કર્યો હતો. શીર્ષકમાં લખ્યું હતું કે, “પ્રિયંકાની સામે બાળકોએ જયારે પીએમ મોદી વિરૂધ્ધ અપશબ્દો કહ્યા ત્યારે મહાસચિવે તેમને અપશબ્દો બોલવાની ના પાડી હતી.   

ઉપરોક્ત પડતાલ પરથી અમને જાણવા મળ્યું હતું કે, પ્રિયંકા ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂધ્ધ અપશબ્દો બોલતા બાળકોને રોકવામાં આવે છે, પરંતુ વાઈરલ વીડિયોમાં તે ભાગ કાપી નાખવામાં આવ્યો છે. તેમજ 28 સેકેન્ડના આ વીડિયોમાંથી 11 સેક્ન્ડના વીડિયોને મિશ્રિત રૂપથી મૂકવામાં આવ્યો હતો. નીચે તમે બંન્ને વીડિયોની સરખામણી જોઈ શકો છો.  

અલ્ટ ન્યુઝ ના માઘ્યમથી અમને આ વીડિયોનો બીજો એંગલ મળ્યો હતો, જેમાં પ્રિયંકા ગાંધીને બાળકોને અપશબ્દો બોલતા રોકી રહ્યા છે.

પરિણામ :

આમ, ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, વાયરલ વીડિયોમાં અડધો જ ભાગ દેખાડવામાં આવી રહ્યો છે, પ્રિયંકા ગાંધી બાળકોને અપશબ્દો બોલવાની ના પાડી રહ્યા છે, તે ભાગ વીડિયોમાં કાપી નાખવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર પ્રિયંકા ગાંધીએ બાળકોને અપશબ્દ શીખડાવ્યા.? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False