
Junagadhh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુકેશ અંબાણીએ ભારત સરકાર દ્વારા #PUBG પર પ્રતિબંધની જાહેરાત કર્યા પછી #JioG નામની નવી મલ્ટિપ્લેયર GAMEની જાહેરાત કરી. આ ભાઈ આની જ રાહ જોતો તો…”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યા હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પબ્જીના બેન્ડ બાદ મુકેશ અંબાણી દ્વારા JioG મલ્ટિપ્લેયર નામની ગેમની જાહેરાત કરવામાં આવી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની પડતાલ/તપાસ કાર્યવાહી કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ પ્રકારે સમાચાર ક્યાંથી આવ્યા તે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને એક ANI ના નામ પર વાયરલ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

જો કે, ANIના નામ પર આ ફર્જી ટ્વિટ એકાઉન્ટ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

અમે ટ્વિટર આઈડી (#Man_isssh)ની ટ્વિટર પર શોધ કરી હતી. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ખાસ વ્યક્તિ કે જેણે એએનઆઈના નામ હેઠળ માહિતી શેર કરી હતી, તેણે પાછળથી આઈડીનું નામ બદલીને મનીષ રાખ્યું હતું. આ ઉપરાંત, તેમણે પ્રકાશિત કરેલી સમાન પોસ્ટ મળી. જે તમે નીચે જોઈ શકો છો.

Twitter account link | archive link
જો કે, મુકેશ અંબાણી દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી હોવાનું અમને ક્યાંય પણ જાણવા મળ્યુ ન હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુકેશ અંબાણી દ્વારા આ પ્રકારે કોઈ ગેમ લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી નથી. ફર્જી ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Title:શું ખરેખર મુકેશ અંબાણી દ્વારા JioG ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
