શું ખરેખર બાબા રામદેવ દ્વારા બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

‎ ‎Devang Raval નામના ફેસબુક યુઝર દ્વારા 12 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, समस्त ब्राम्हण समाज मिल कर पतंजलि के सारे उत्पाद का बहिष्कार करें, ये विडियो अपने सब सगे संबंधियों को भेजें और इसके उत्पादों का परित्याग करने के लिए प्रेरित करें, ताकि इसको इसकी औकात पता चले આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બાબા રામદેવ દ્વારા બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું છે. આ પોસ્ટને 18 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 115 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.17-16_48_25.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર બાબા રામદેવ દ્વારા આ પ્રકારે બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.17-16_57_22.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને 16 જાન્યુઆરી, 2019 ના રોજ બાબા રામદેવ દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે છેડછાડ કરીને બ્રાહ્મણ સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાની પુષ્ટી કરી હતી. તેમજ આ પોસ્ટના શીર્ષકમાં તેઓએ એવું લખ્યું હતું કે, “मैंने हमेशा चार वर्णों को ऋग्वेद के संदेश…..संगच्छध्वं संवदध्वं , सं वो मनांसि जानताम् …के मार्ग पर चलते हुए चारों वर्णों को संगठित होकर अपना वेद धर्म व राष्ट्र धर्म निभाने के लिए सदैव संदेश दिया है, इसमें कुछ लोग अज्ञान के कारण दुष्प्रचार से भ्रमित होकर प्रदर्शन आदि कर रहे हैं उनसे विनम्र अनुरोध है वह एक बार पूरा वीडियो देख ले व किसी प्रकार के दुष्प्रचार के बहकावे में न आएं।” આ સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.

Archive

આ પરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, બાબા રામદેવના સંપૂર્ણ વીડિયો સાથે કેટલાક ઠગબાજો દ્વારા છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જેની સ્પષ્ટતા બાબા રામદેવ દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત તમે બાબા રામદેવના અધૂરા વીડિયો અને સંપૂર્ણ વીડિયો વચ્ચેના તફાવતને નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાબા રામદેવના સંપૂર્ણ વીડિયો સાથે કેટલાક ઠગબાજો દ્વારા છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાબા રામદેવના સંપૂર્ણ વીડિયો સાથે કેટલાક ઠગબાજો દ્વારા છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જેની સ્પષ્ટતા બાબા રામદેવ દ્વારા કરવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર બાબા રામદેવ દ્વારા બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False