
The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तेजस ट्रेन का घटिया खाना 24 यात्री अस्पताल पहुंच गए। गडकरी सही बोले थे कि सरकार जहाँ भी हाथ डालती है वहाँ बेड़ा गर्क होना ही है” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તેજસ એક્સપ્રેસનું ભોજન લીધા બાદ 24 મુસાફરોને હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારની ઘટના બની હોય તો તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર “तेजस ट्रेन का खाना खाकर 24 यात्री अस्पताल पहुंच गए।” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારની ઘટના વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં બની હતી. ગોવા થી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસમાં સવારનો નાસ્તો કર્યા બાદ 24 યાત્રીઓની તબીયત વધૂ ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ઘટનાને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે રેલવે પીઆરઓ પ્રદિપ શર્મા જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ ઘટના હાલમાં નથી બનવા પામી. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવતી હોય છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બનવા પામી, બે વર્ષ પહેલા આ પ્રકારની ઘટના બનવા પામી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી મિશ્રિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બનવા પામી, બે વર્ષ પહેલા આ પ્રકારની ઘટના બનવા પામી હતી.

Title:શું ખરેખર તેજસ એક્સપ્રેસના 24 યાત્રીઓને ભોજન લીધા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
