
Aamir Huda નામના ફેસબુક યુઝર દ્વારા તા. 28 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Bechara Gareeb Chowkidaar….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર પોતાનું મંતવ્ય જણાવવામાં આવ્યું હતું. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીની પોતાની રેલી દરમિયાન 12 કરોડ રૂપિયાના જ ફૂલ મંગાવવામાં આવ્યા હતા.
FACEBOOK | ARCHIVE | PHOTO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ કરી હતી, જો આટલી મોટી રકમના ફૂલ મંગાવવામાં આવ્યા હોય તો તે વાતની નોંધ કયાંક તો લેવાઈ જ હોય તેથી અમે ગૂગલ પર “मोदीकी वाराणसी रेली के लिए गुलाब के फुल मंगवाए” લખતા ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા, પરંતુ કયાંય પણ 12 કરોડ રૂપિયાના ફૂલ મંગાવવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું ન હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રેલીની તૈયારીનું કવરેજ કરતા NEWS 18 HINDI દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે, 5 કિમિના લાંબા રોડશોમાં લગભગ 20 સ્થળોએ મોદી પર 25 ક્વિંટલ ગુલાબની પાંખડીથી પુષ્પવર્ષા કરવામાં આવશે. પરંતુ કેટલા રૂપિયાના ફૂલ હશે તે ક્યાંય દર્શાવવામાં આવ્યું ન હતું.


રેલી બાદ પત્રિકા દ્વારા “કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, “વારાણસીમાં મોદીએ પોતાના રોડ શો માટે કરોડોનો ખર્ચ કર્યો, 7 રાજ્યમાંથી 30 લાખના ગુલાબ” હેડલાઈન સાથે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરોના માધ્યમોથી લખવામાં આવ્યું હતું કે, રેલીમાં 7 રાજ્યમાંથી 30 લાખનો ખર્ચ કરી 250 ક્વિંટલ ગુલાબ મંગાવવામાં આવ્યા હતા.
જો કે, કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલો 30 લાખ રૂપિયાનો આક્ષેપ પણ ક્યાંય સાબિત થતો નથી. પરંતુ જો 12 કરોડ રૂપિયાના ગુલાબના ફૂલ મંગાવવામાં આવ્યા હોય તો ચુનાવ આયોગમાં પણ ક્યાંક ફરિયાદ થઈ હોવી જોઈએ. તેથી અમે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર સાથે વાત કરી હતી તેમણે અમને જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસીના રોડ-શોને લઈ કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી, નરેન્દ્ર મોદીની રેલીમાં 12 કરોડ રૂપિયાના ફૂલ મંગાવવામાં આવ્યા તેવી પણ કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી”

પરિણામ,
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદીના વારાણસીના રોડ-શો દરમિયાન 12 કરોડ રૂપિયાના ગુલાબના ફૂલ મંગાવવામાં આવ્યા છે. તે વાત ક્યાંય સાબિત થતી નથી.

Title:શું ખરેખર મોદીની વારાણસીની સભા માટે 12 કરોડના ગુલાબના ફુલ મંગાવવામાં આવ્યા હતા..?
Fact Check By: Frany KariaResult: False
