
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક સામાચાર પત્રમાં છપાયેલા સમાચારનું કટિંગ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના એક ડીએનએ વિશેષજ્ઞએ એવો દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સામાચાર પત્રમાં છપાયેલા સમાચારના કટિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 14 ડિસેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા સામાચાર પત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના એક ડીએનએ વિશેષજ્ઞએ એવો દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારને ધ્યાનથી વાંચતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ડીએનએ નિષ્ણાંત ડો. માર્ટિને આ દાવો કર્યો છે તો અમે ડો. માર્ટિન વિશે સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ નામના કોઈ ડીએએ નિષ્ણાંતની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં સમાચારમાં આપેલી માહિતી મુજબ આ ડીએએ ટેસ્ટ ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો એની પણ કોઈ જ માહિતી આપવામાં આવી નથી. નીચે તમે જોઈ શકો છો કે, વર્તુળમાં જે શબ્દો દર્શાવેલા છે એ સમાચારમાં છપાયેલા અક્ષરોથી જુદા પડે છે.

જ્યારે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આસારામ બાપુ વચ્ચેના સચોટ સંબંધની તપાસ કરી, ત્યારે અમને નીચેનો વીડિયો મળ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે, નરેન્દ્ર મોદીએ એક વખત આસારામ બાપુના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
દૈનિક લોકસત્તાએ પણ આ વીડિયો અંગે અહેવાલ પ્રસારિત કર્યો હોવાનું જણાયું હતું.

Firstpost.com એ અહેવાલ આપ્યો છે કે, નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભાજપના નેતાઓએ આસારામ બાપુનો બચાવ ન કરવો જોઈએ તેમ છતાં આસારામ બાપુ સાથે તેમના એક સમયે સારા સંબંધો હતા.

આવા જ એક અન્ય સમાચાર રાહુલ ગાંધીના નામે પણ વાયરલ થયા હતા તો આ બંને ફોટો વચ્ચેની સામ્યતા તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સામાચાર પત્રમાં છપાયેલા સમાચારના કટિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશારામ બાપુના દીકરા હોવાના નામે વાયરલ થઈ રહેલા સમાચાર પત્રના કટિંગનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
