
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી માટે રથયાત્રાની શરૂઆત કરી અને 31 ઓક્ટોબરે યુપીના હરદોઈ જિલ્લામાં જનતાને સંબોધિત કરી. તેમના સંબોધન દરમિયાન, તેમણે તેમની જન્મજયંતિ પર સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતુ.
આ સંબોધનની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જે ક્લિપ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી અપાવવા માટે અખીલેશ યાદવે મોહમ્મદ અલી ઝીણાને શ્રેય આપ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો યુપીના પૂર્વ મુખ્યમંત્રી અકિલેશ યાદવનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. અધૂરા નિવેદનને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rocky Bhai Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી અપાવવા માટે અખીલેશ યાદવે મોહમ્મદ અલી ઝીણાને શ્રેય આપ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સમાજવાદી અખિલેશ નામની યુટ્યુબ ચેનલ પર અખિલેશ યાદવના ભાષણનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ 9.51 મિનિટ પર તેઓ જણાવી રહ્યા છે કે, “સરદાર પટેલજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ઝીણા બધાએ એક જ સંસ્થામાં અભ્યાસ કર્યો હતો અને બેરિસ્ટર તરીકે પાછા ફર્યા હતા. તેઓ બેરિસ્ટર બન્યા અને દેશને આઝાદી અપાવી હતી. તેઓ કોઈપણ પ્રકારના સંઘર્ષોમાંથી પાછળ હટ્યા નહીં. જો કોઈ ચોક્કસ વિચારધારા પર પ્રતિબંધ મૂક્યો હોય તો તે સરદાર વલ્લભભાઈ પટેલ હતા.”
બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી માટે તેમણે મોહમ્મદ અલી ઝીણાને શ્રેય આપ્યો તે બતાવવા માટે તેમના ભાષણના ભાગને ખોટા સંદર્ભ સાથે કાપવામાં આવ્યો છે અને શેર કરવામાં આવ્યો છે. જો કે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરૂ સહિત અન્ય ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ વિશે વાત કરી હતી. અને એ જ નિવેદનમાં ઝીણાના નામનો ઉલ્લેખ કર્યો હતો. ઓરિજનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
તેમજ એનડીટીવી અને અમર ઉજાલા દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો યુપીના પૂર્વ મુખ્યમંત્રી અકિલેશ યાદવનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. અધૂરા નિવેદનને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર અખિલેશ યાદવ દ્વારા જણાવવામાં આવ્યુ કે જિન્નાહ દ્વારા આઝાદી અપાવવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
