Fake News: શું ખરેખર પૃથ્વી પર ત્રણ આંખ વારા બાળકનો જન્મ થયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ત્રણ આંખોવાળા બાળકનો વીડિયો એડિટિંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક બાળકના કપાળ પર પણ ત્રીજી આંખ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રણ આંખ વારા બાળકનો અરબસ્તાનમાં જન્મ થયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ત્રણ આંખ વારા બાળકનો અરબસ્તાનમાં તેમજ રાજકોટમાં જન્મ થયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

તેમજ આ બાળકનો જન્મ રાજકોટમાં પણ થયો હોવાની માહિતી સાથે વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર જર્મનીમાં ત્રણ આંખોવાળા બાળકનો જન્મ થયો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને Up to Date News Technology  દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 14 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘જર્મની માં ત્રણ આંખ સાથે બાળક નો જન્મ થયો વાહ રે કુદરત તારી લીલા અપરંપાર છે…..’ પરંતુ આ વીડિયોને ધ્યાનથી જોતાં એ માલૂમ પડે છે કે, બાળકની ડાબી અને કપાળમાં રહેલી બંને આંખો એક જ જેવી છે અને એક સાથે જ પલકારા લઈ રહી છે.’

Archive

નીચે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી બાળકની બંને આંખો વચ્ચેનો તુલનાત્મક ફોટો જોઈ શકો છો.

આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટિંગ કરીને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. અમુક શારિરીક કારણોને કારણે બાળકોમાં આ પ્રકારની ખામી સર્જાતી હોય છે. જે તમે ncbi.nlm.nih.gov પર જોઈ શકો છો. 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ત્રણ આંખોવાળા બાળકનો વીડિયો એડિટિંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ત્રણ આંખોવાળા બાળકનો વીડિયો એડિટિંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર પૃથ્વી પર ત્રણ આંખ વારા બાળકનો જન્મ થયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By:  Frany Karia 

Result: False