
Jayesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Ye congress ki dukaan band karva ke he manega” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા પંખીઓને રોજગાર ન મળ્યો હોવા અંગેનુ ભાષણ આપ્યુ છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આપને જણાવી દઈએ કે આ પ્રકારે કોઈ રાષ્ટ્રીય પાર્ટીના નેતા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો તેને તમામ મિડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હોય. પરંતુ આ વિડિયો એડિટેડ હોવાનું જાણવા મળ્યુ હતું.
આ વિડિયો ક્લિપ અમને યૂટ્યુબમાં કીવર્ડસના માધ્યમથી સર્ચ કરતા અમને વિડિયો 5 ફેબ્રુઆરી 2020ના દિલ્હીના કોંડલીમાં આપવામાં આવેલા ભાષણમાંથી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. રાહુલ ગાંધી દ્વારા દિલ્હીમાં એક ચૂંટણી અભિયાનને સંબોધિત કરતી વેળાએ આ ભાષણ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ. અમને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ પુરેપુરા ભાષણનો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વિડિયોને સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યુ હતુ કે વિડિયોના અલગ-અલગ ભાગને જોઈન્ટ કરવામાં આવ્યુ છે જેનાથી અલગ મતલબ નિકળી શકે…
ઉપરનો મુળ વિડિયો જે લગભગ ત્રણ ક્લાકનો છે. જે વિડિયોમાં રાહુલ ગાંધી એક ક્લાક બાદ બોલવા માટે આવે છે. વાયરલ વિડિયો ક્લિપના પહેલા ભાગમાં 1 ક્લાક 18 મિનિટ 25 સેકેન્ડે સાંભળતા રાહુલ ગાંધી આકાશમાં ઉડતા પક્ષી અંગે વાત કરતા જણાવે છે કે, આકાશમાં આટલા પક્ષી એટલા માટે દેખાઈ રહ્યા છે કારણ કે, દિલ્લીમાં ગંદકી વધારે છે.
રાહુલ ગાંધી જણાવે છે કે, “તમે જણાવો કે જે પક્ષી છે તે અહિંયા શું કામ ઉડી રહ્યા છે.? આ પક્ષી અહિંયા શું કરી રહ્યા છે જણાવો મને.? કોઈ જણાવી શકશે પક્ષીઓ અહિંયા શું કામ ફરી રહ્યા છે.? આ જે ગંદકી છે. જે ગંદકીને હટાવવા તમે મને જણાવો કેટલા કરોડ રૂપિયા લાગશે.? પાંચ કરોડ..? દસ કરોડ..? ઠીક છે પચ્ચાસ કરોડ લાગશે.. નરેન્દ્ર મોદીજીએ થોડો સમય પહેલા અમિર લોકોના એક લાખ વીસ હજાર કરોડ રૂપિયાનો ટેક્ષ માફ કર્યો છે.
વાયરલ વિડિયો ક્લિપના બીજા ભાગમાં 1 ક્લાક 19 મિનિટ 43 સેકેન્ડ પર સાંભળવા મળે છે કે, જ્યારે રાહુલ ગાંધી યુવાઓંની બેરોજગારી અંગે વાત કરી રહ્યા છે.
રાહુલ ગાંધી જણાવે છે કે, “યુવાઓને સમજાતુ નથી કે, આટલ વર્ષ તેઓએ અભ્યાસ કર્યો…પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તેમને રોજગાર નથી મળી રહ્યો.. અને દેશના કોઈપણ યૂથને નવી જનરેશનને રસ્તો નથી દેખાતો એટલે તેમના દિલમાં ગુસ્સો પેદા થાય છે.”
વાયરલ વિડિયો ક્લિપના છેલ્લા ભાગમાં સાંભળી શકાય છે કે જ્યારે રાહુલ ગાંધી હિંદુસ્તાનના માહૌલ બગાડવાની વાત કરતા જણાવે છે કે, ‘ભારતના વાતાવરણ ખરાબ થવાનુ કારણ મોદી, આર.એસએસ અને ભાજપા છે.
રાહુલ ગાંધી જણાવે છે કે, “પાછલા પાંચ વર્ષમાં હિંદુસ્તાનમાં વાતાવરણ પુરે પુરૂ બદલાય ગયુ છે. પહેલા જેવી શાંતી નથી રહીં બધાને ખબર છે કે વાતાવરણ ખરાબ થઈ ગયુ છે. જેનું કારણ શું છે.? ઘણા બધા લોકો કહેશે કે, જેનું કારણ નરેન્દ્ર મોદી છે. જેનું કારણ ભાજપા છે. પરંતુ તેનું કારણ હું થોડું બદલી કહેવા માંગુ છું. તેનું સૌથી મોટુ કારણ હિન્દુસ્તાનની જનતા છે. ખાસ કરીને તે જે અમારા યુવા છે. તેને રસ્તો દેખાઈ નથી રહ્યો..”
નીચે તમે સોશિયલ મિડિયામાં વાયરલ વિડિયો અને ઓરિજનલ વિડિયોની તુલના જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, સોશિયલ મિડિયા પર રાહુલ ગાંધીનો જે વિડિયો ફરી રહ્યો છે તે ક્લિપ એડિટેડ છે. આ વિડિયોને ત્રણ અલગ-અલગ ભાગમાં જોડીને બનાવવામાં આવ્યો છે.

Title:રાહુલ ગાંધીના ભાષણના વિડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
