તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલા જે ફોટા મૂકવામાં આવ્યા છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હોય એવું ક્યાંય જોવા મળતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

દેશ ભકત નાગરિક નામના ફેસબુક યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જય શ્રી રામ અંધ ભકતો . આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર પર 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ ફોટોને તમે એજ કપડાંમાં જોઈ શકો છો જેમાં ક્યાંય પણ તેમને માથા પર મુસ્લિમ સમાજની ટોપી પહેરી હોય એવું જોવા મળતું નથી.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો livemint-com પર 25 જૂન, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ ફોટોને તમે એજ કપડાંમાં જોઈ શકો છો જેમાં પણ ક્યાંય પણ તેમને માથા પર મુસ્લિમ સમાજની ટોપી પહેરી હોય એવું જોવા મળતું નથી.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલા જે ફોટા મૂકવામાં આવ્યા છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હોય એવું ક્યાંય જોવા મળતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી...? જાણો શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Altered