
VIRAL #ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આને કહેવાય માણસાઈ.” શેર જરૂર કરજો !! શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2500 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 150 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 561 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટ સાથે ત્રણ ફોટો શેર કરવામાં આવ્યા હતા. આ ફોટો પર નીચે મુજબનું કેપ્શન પણ લખવામાં આવ્યુ હતુ.
ભાઈઓ આ કોઈ ખેતરના મજુર નથી આ એખ ઉત્તર પ્રદેશનુ એક ગામમા એખ ખેડૂત પરિવારનો એકનો એક દિકરાના બેસણામા લોકો આવ્યા હતા પણ લોકોએ જોયુ કે ઘઉ પાકિ ગયા છે અને ઘઉ ઉતારવાના છે પણ આ પરિવાર દુખી છે અને એ ખેતરમા કામ તો વિધી પૃરણ ના થાય ત્યાં શુધી તો કામ કરી જ ના શકે તો લોકો બેસણામા આવ્યા હતા તેજ લોકો બધા ખેતરમા કામે લાગી દુખી પરિવારની આ રીતે મદદ કરી એક નવુ ઉદારણ દુનિયા સમક્ષ રાખીયુ છે | (સત્ય
ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને RAJESH JAKHAR દ્વારા કરવામાં આવેલુ એક ટ્વિટ અમને પ્રાપ્ત થયુ હતુ, જેમાં દિવ્યભાસ્કર દ્વારા આ ઘટનાને પ્રકાશિત કરતો અહેવાલ મુકવામાં આવ્યો હતો. જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, રાજસ્થાનના જોધપુર જિલ્લાના દયાકૌર ગામમાં આ પ્રકારે ઘટના બની હતી. ત્યાર બાદ 14 એપ્રિલ 2019ના દૈનિક ભાસ્કર.કોમ દ્વારા પણ એક અહેવાવ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે તમે નીચે જોઈ શકો છો. જેમાં પણ આ ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લાના દયાકૌર ગામનું હોવાનું જણાવ્યુ હતું.

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો રાજસ્થાન જિલ્લાના જોધપુર તાલુકાના દયાકૌર ગામના હોવાનું સાબિત થયુ છે. જેથી ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલનાં ખોટી સાબિત થાય છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો રાજસ્થાનના છે, ઉત્તર પ્રદેશના હોવાનું ક્યાંય સાબિત થતુ નથી.

Title:શું ખરેખર ઉત્તર પ્રદેશમાં આ ઘટના બની હતી….? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
