
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા વેક્સિન લિધા બાદ મિડિયાને ઈન્ટરવ્યુ આપવા આવે છે. દરમિયાન તે જમીન પર પડી જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકામાં ફાઈઝરની વેક્સિન લીધા બાદ મહિલાનું 17 મિનિટમાં જ મૃત્યુ થયુ હતુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફાઈઝરની વેક્સિન લીધા બાદ નર્સનું મોત નથી થયુ. નર્સના મોતની વાત તદ્દન ખોટી છે. વેક્સિન લીધા બાદ તેને ચક્કર આવ્યા છે. જે તેના માટે નોર્મલ વાત છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જાદુભાભા રંગીલા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકામાં ફાઈઝરની વેક્સિન લીધા બાદ મહિલાનું 17 મિનિટમાં જ મૃત્યુ થયુ હતુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને WRCB દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુરૂવારે ચેટાનૂગા હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોજ આપવામાં આવ્યો. હોસ્પિટલમાં ક્રિટિકલ કેયર યૂનિટમાં નર્સ ટિફની ડોવરને વેક્સિન લીધા બાદ ચક્કર આવી ગયા હતા.”
તેમજ રિપોર્ટમાં આ ઘટના બાદ નર્સનું ઇન્ટરવ્યુ પણ સામેલ હતુ. જેમાં તે WRCBના રિપોર્ટરને જણાવે છે કે, “મારી ઓવર-રિએક્ટિવ વેગલ રિસ્પોન્સનો ભૂતકાળ રહેલો છે અને આ કારણે મને કોઈ વસ્તુથી દર્દ થાય તો અથવા પગની આંગળી દબાવુ તો મને ચક્કર આવી જાય છે. ગયા અઠવાડિયે મને ઓછામાં ઓછા છ વાર ચક્કર આવ્યા હતા. આ નોર્મલ છે મારા માટે.”
સીએચઆઈ હોસ્પિટલ દ્વારા ટ્વિટર પર એક નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “ગુરૂવાર, 17 ડિસેમ્બર 2020ના સીએચઆઈ મેમોરિયલમાં 6 લોકોને ફાઈઝર કોવિડ વેક્સિન આપવામાં આવી હતી. ત્રણ ફિજિશિયન અને ત્રણ નર્સ, વેક્સિન લીધાના થોડીવાર પછી મિડિયાને ઇન્ટરવ્યુ આપતી વેળાએ એક નર્સને ચક્કર આવી ગયા હતા અને તે બેભાન ન હતી થઈ અને થોડી જ વારમાં સ્વસ્થ થઈ ગઈ હતી.”
આ નિવેદન પછી અમેરિકાના સેંટર્સ ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)ની વેબસાઈટના એક રિપોર્ટમાં પણ ઉમેરવામાં આવ્યુ હતુ. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “ઘણી પ્રકારની મેડિકલ પ્રોસીજરના કારણે ચક્કર આવી શકે છે. પરંતુ CDCને એક રિપોર્ટ મળી છે. જેમાં લગભગ તમામ વેક્સિન બાદ ચક્કર આવે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફાઈઝરની વેક્સિન લીધા બાદ નર્સનું મોત નથી થયુ. નર્સના મોતની વાત તદ્દન ખોટી છે. વેક્સિન લીધા બાદ તેને ચક્કર આવ્યા છે. જે તેના માટે નોર્મલ વાત છે.

Title:શું ખરેખર ફાઈઝરની વેક્સિન લીધાના 17 મિનિટમાં જ મહિલાનું મોત થયુ હતુ…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
