
News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના બાબાભાઈ પઠાને બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કરી સાસરે વળાવી #hindu #muslim #marriage” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2200 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 167 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમ યુવાન દ્વારા બે હિન્દુ અનાથ દિકરીઓને દતક લેવામાં આવી હતી. જેના લગ્ન કરાવી સાસરે વળાવવામાં આવી.”
FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અનાથ કોને કહેવાય, દુનિયામાં જેના માતા-પિતા બંને માંથી કોઈ પણ જીવિત ન હોય તે સંતાનને અનાથ કહેવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રના આ યુવાન સાથે જોવા મળતી આ બંને યુવતીઓ અનાથ છે.? તે જાણવું જરૂરી છે.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને મહારાષ્ટ્ર ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શેવગાંવ તાલુકાના બોધેગાંવ ખાતે રહેતી સવિતા ભુસરીને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો. સવિતાનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હોવાથી તેણી તેના માતાપિતા સાથે રહેતી હતી. અહીં જ તેણે તેની બંને દીકરીને ઉછેરીને મોટી કરી હતી. સવિતાને કોઈ ભાઈ ન હતો, આથી તેણે તેના ઘરની સામે રહેતા બાબાભાઈ પઠાણને ધર્મનો ભાઈ માન્યો હતો. બાબાભાઇએ સવિતાની બંને દીકરીઓને ભણાવવામાં મદદ કરી હતી અને બંનેના લગ્ન કરાવી આપ્યા હતા.”
જૂનૂન એ ઈન્સાનિયત સોશઇયલ ફાઉન્ડેશનના પ્રમુખ બાબાભાઈ પઠાણ મહારાષ્ટ્ર દેશાને આપેલા ઈન્ટરવ્યુમાં તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે, તેઓ એ બંને દિકરીઓના માતાની ભૂમિકા ભજવી છે. જે તમે નીચે જોઈ શકો છો.
મહારાષ્ટ્ર ન્યુઝ 10 દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં આપવામાં આવેલી તમામ માહિતી સાચી છે. સિવાય કે આ બંને બહેનો અનાથ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ બંને બહેનો અનાથ નથી. તેઓ તેમની માતા જોડે જ રહે છે. તેમજ બાબાભાઈ પઠાણ દ્વારા તેમને ભણવામાં તેમજ લગ્ન કરવામાં મદદ કરવામાં આવી છે. તેમને દત્તક લેવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અનાથ હિન્દુ બહેનોને દતક લેવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
