શું ખરેખર રાહુલ અને રાજીવ ગાંધીએ આ પ્રકારે કર્યુ હતું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Manohar Upadhyay  નામના ફેસબુક યુઝર દ્વારા 1 ફેબ્રુઆરી 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. इन्दिरा की लाश के सामने राहुल और राजीव गांधी कलमा पढ रहे हैं फिर भी हमारे देश के लोगों को लगता है कि ये लोग ब्राह्मण हैं। શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 54 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા, 7 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 65 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજીવ અને રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધી લાશ પાસે કલમા વાંચી રહ્યા છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને અમે સૌ પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

GOOGLE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને બે પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં મોહશીન દાવર દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ અને મળ્યુ હતું. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ અમને www.skyscrapercity.com દ્વારા શેર કરવામાં આવેલો એક ફોટો પણ મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Bacha-Khan-funeral.jpg

ARCHIVE

ઉપરોક્ત બંને ટ્વિટ અને વેબસાઈટમાં દર્શાવવામાં આવેલા વિગતોમાં જણવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો 21 જાન્યુઆરી 1988ની પેશાવરની ફોટો છે. સ્વાતંત્ર્ય સેનાની ખાન અબ્દુલ ગફાર ખાન ઉર્ફે “ફ્રન્ટીયર ગાંધી” ઉર્ફે બચ્ચા ખાન તરીકે ઓળખતા હતા તેમની અંતિમ વિધિ ની છે. ગફાર ખાનનું મૃત્યુ 98 વર્ષની ઉંમરે 20 જાન્યુઆરી 1988ના થયુ હતુ.

આ ઉપરાંત અમને NEW YORK TIMES અને LA TIMES દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, રાજીવ રાંધી બચ્ચા ખાનની અંતિમ વિધિમાં તેમના પરિવાર અને કેબિનેટના અમુક સભ્યો સાથે પાકિસ્તાનના પેશાવરમાં ગયા હતા, નીચે તમે United Press International દ્વારા પ્રસારિત આર્ટિકલ વાંચી શકો છો.

આ ઉપરાંત અમને એક યુટ્યુબની લિંક પ્રાપ્ત થઈ હતી જેમાં બીજી એંગલથી આ અંતિમ વિધિમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતી જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈન્દિરા ગાંધીની લાશ પાસે રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી કલમો પઢે છે, અમને યુ ટ્યુબ પર એક વિડિયો પ્રાપ્ત થયો હતો જેમાં ઈન્દિરા ગાંધીની અંતિમવિધિ હિન્દુ રિવાજો મુજબ 3 નવેમ્બર 1984ના કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યુ છે.  

Archive

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની ક્યાંય પણ પૃષ્ટી થતી નથી, તેમજ રાહુલ ગાંધીનો આ ફોટો પેશાવરનો છે, જ્યા તેઓ બચ્ચા ખાનની અંતિમ વિધિમાં સામેલ થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીનો આ ફોટો પેશાવરનો છે, જ્યા તેઓ બચ્ચા ખાનની અંતિમ વિધિમાં સામેલ થયા હતા.

Avatar

Title:શું ખરેખર રાહુલ અને રાજીવ ગાંધીએ આ પ્રકારે કર્યુ હતું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False