Hitesh Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ખરેખર હો ભક્તો મને એમ હતું કે ફેકવામાં મોદી ની સાઈડ સ્મૃતિ કાપશે પણ મોદી એ તો 1 કરોડ કોરોના મરીઝ ને મફત સારવાર આપી છે. જ્યારે વિશ્વ માં કોરોના ના કેશ ટોટલ 61 લાખ જ છે. માપમાં ફેંક - માપમાં ફેંક ચોકીદાર હવે તો માપ રાખ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 39 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યુ કે 1 કરોડ કોરોનાના દર્દીઓની મુફ્તમાં સારવાર કરવામાં આવી.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે 31 મે 2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા મન કી બાત સંબોધનને શોધી કાઢ્યુ હતુ. મન કી બાત રેડિયો સંબોધનમાં પીએમ મોદીએ દેશની કોરોનાવાયરસ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને વડા પ્રધાન જન આરોગ્ય યોજના (પીએમજેવાય) ને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના તરીકે લોકપ્રિય અપનાવી લેવાની પણ વાત કરી હતી. 17 મિનિટ 55 સેકન્ડ થી લઈ 18 મિનિટ 6 સેકન્ડ વચ્ચે આયુષ્માન ભારત યોજનાને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, આ યોજનાના લોંચ થયાના દોઢ વર્ષ બાદ 1 કરોડથી વધૂ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.

આયુષ્માન ભારત એ આપણા દેશની પ્રમુખ આરોગ્ય વિમા યોજના છે જે સપ્ટેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ વધુ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો પ્રદાન કરવા તેમજ આરોગ્ય કવર પ્રદાન કરવાનું છે. આ યોજના ધનરાશી સ્વાસ્થય કવર પુરૂ પાડે છે જે અંતર્ગત દર વર્ષે ભારતીય વસ્તીના 40% જેટલા કુટુંબોને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે, જેને ગૌણ અને તૃતીય સંભાળ માટે હોસ્પિટલની જરૂર હોય છે. આ યોજનાના દેશભરમાં તેના લગભગ 50 કરોડ લાભાર્થીઓ છે.

અમને આ સંદર્ભમાં ઈન્ડિયા ટીવી દ્વારા પ્રકાશિત એક ખુલાસો પણ પ્રાપ્ત થયો હતો. ઈન્ડિયા ટીવીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા અપલોડ કરાયેલા ટ્વીટમાં જણાવાયું છે કે, ગઈકાલે મન કી બાત કાર્યક્રમના પ્રસારણ દરમ્યાન એક અહેવાલ આવ્યો કે ભારતમાં કોરોનાના એક કરોડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ માનવ ભૂલ હતી. અમે સ્પષ્ટ કરીએ છીએ કે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા એટલી નથી. અમને આ ભૂલ બદલ દિલગીર છે."

ARCHIVE

વડા પ્રધાનના રાષ્ટ્ર જોગ પ્રસારિત રેડિયો કાર્યક્રમમાં, તેમણે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હેઠળ લાભાર્થીઓ વિશે વાત કરી, જેમણે આ આરોગ્ય યોજનાનો સપ્ટેમ્બર 2018માં શરૂ કરી હતી. તેમજ આ યોજનના લાભાર્થીઓની સંખ્યા જણાવતા તેમણે કહ્યુ હતુ કે 1 કરોડ લોકો દ્વારા આ યોજનાનો લાભ લેવામાં આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. આ પોસ્ટનો દેશમાં COVID-19ના કેસ સાથે કોઈ લેવા-દેવા નથી, આ આંકડાને ખોટી રીતે કારોના સાથે જોડીને ખોટા દાવા સાથે પોસ્ટને ફેલાવવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના મન કી બાત કાર્યક્રમમાં આયુષ્માન ભારત સ્વાસ્થય યોજના દ્વારા 1 કરોડ લાભાર્થીઓ અંગે જણાવવામાં આવ્યુ હતુ. ઈન્ડિયા ટીવી દ્વારા માનવીય ભૂલને કારણે આ ગેરસમજણ ઉભી થઈ હતી. જેનું સ્પષ્ટીકરણ પણ દેવામાં આવ્યુ છે. આ આંકડાને કોરોના વાયરસના દર્દીઓ સાથે કોઈ લેવા-દેવા નથી.

Avatar

Title:શું ખરેખર કોરોનાના 1 કરોડ દર્દીની મફતમાં સારવારમ કરવામાં આવી હોવાનું PM મોદીએ જણાવ્યું...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False