
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બોલો સેના ના ઘાયલ જવાનો ને મળવા જાય એમાં એક દિવસ નહિ પરંતુ 6 કલાક માં 3 જોડી કપડા બદલી નાખ્યાં બોલો આ મોદીજી કેટલું કામ કરે છે કપડા બદલવાની વાત કરું છું હો…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મેદી જ્યારે લેહ-લદાખ ખાતે સેનાના ઘાયલ જવાનોને મળવા ગયા ત્યારે તેમણે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલ્યા હતા. આ પોસ્ટને 118 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મેદી જ્યારે લેહ-લદાખ ખાતે સેનાના ઘાયલ જવાનોને મળવા ગયા ત્યારે તેમણે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલ્યા હતા કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણેય ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરની બાજુ પર સેનાનું જેકેટ પહેર્યું છે. જ્યારે નીચે પહેરેલું પેન્ટ પોસ્ટમાં મૂકવામાં આવેલા અન્ય બે ફોટોમાં દેખાય છે એજ છે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા અન્ય બે ફોટોમાં તમે વડાપ્રધાન દ્વારા પહેરવામાં આવેલા એજ કપડાં જોઈ શકો છો.
વધુમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તેમની લેહ-લદાખની મુલાકાત સમયે કરવામાં આવેલી ટ્વિટ જોઈ શકો છો. જેમાં પણ તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણેય ફોટોમાં તેમના દ્વારા પહેરવામાં આવેલા કપડાં સ્પષ્ટ જોઈ શકો છો.
વધુમાં તમે નીચે પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણેય ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય ફોટોમાં એક જ કપડાં પહેરવામાં આવ્યા છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રથમ ફોટોમાં વડાપ્રધાને અંદર સફેદ શર્ટ તેના પર આર્મીનું જેકેટ અને નીચે ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે. બીજા ફોટોમાં પણ પ્રધાનમંત્રીએ એજ સફેદ શર્ટ અને તેના પર ગ્રે કલરની કોટી અને નીચે ગ્રે કલરનું એજ પેન્ટ પહેર્યું છે. જ્યારે ત્રીજા ફોટોમાં પ્રધાનમંત્રી જવાનોની ખબર અંતર પૂછી રહ્યા છે એ સમયે પણ તેમણે સફેદ શર્ટ ઉપર ગ્રે કલરની કોટી અને નીચે એજ ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે.

અમારી વધુ તપાસમાં અમને DD News Gujarati દ્વારા 3 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેહ-લદાખ ખાતે જવાનોની મુલાકાત લેવામાં આવી એ સમયના તમામ ફોટો અને વીડિયો જોઈ શકો છે. જેમાં ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 જોડી કપડાં બદલવામાં આવ્યા હોય એવું જોઈ શકાતું નથી.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે લેહ-લદાખ ખાતે જવાનોની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમણે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલ્યા હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે લેહ-લદાખ ખાતે જવાનોની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમણે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલ્યા હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખની મુલાકાત સમયે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
