આ વીડિયોમાં બુરખો પહેરેલી મહિલાઓ બસ સ્ટોપને લઈને દલીલ કરી રહી છે. તેઓ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં આવવાનું કહેતા હોવાનો દાવો ખોટો છે.

29મીએ સવારે, કેરળના કલામસેરીમાં એક ખાનગી કોન્ફરન્સ સેન્ટરમાં યહોવાહના સાક્ષીઓની સભા ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ જોતા ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે બુરખા પહેરેલી કેટલીક મહિલાઓને બસમાં અન્ય મહિલાઓ સાથે લડતી જોઈ શકો છો. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં બસમાં મુસ્લિમ મહિલાઓએ એક હિન્દુ મહિલાને બુરખો પહેરીને બસમાં ચઢવા માટે દબાણ કર્યું હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેરળમાં બસમાં મુસ્લિમ મહિલાઓએ એક હિન્દુ મહિલાને બુરખો પહેરીને બસમાં ચઢવા માટે દબાણ કર્યું હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ વીડિયોને તપાસવા માટે આ વીડિયોને નજીકથી જોયો. તેમાં જે ડાયલોગ થઈ રહ્યો છે અને જે ભાષા બોલાઈ રહી છે તેના પરથી અમે અનુમાન લગાવ્યું કે આ વીડિયો કેરળના કાસરગોડ જિલ્લાનો હોઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વધુ તપાસ હાથ ધરી હતી.

અમે વીડિયોમાં દેખાતા બસના કંડક્ટર હરીશનો સંપર્ક કર્યો. તેણે અમને જણાવ્યું કે, “આ ઘટના 20 ઓક્ટોબરે કુમ્બલા-મુલેરિયા રૂટ પર ચાલતી બસમાં બની હતી. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. હકીકતમાં બુરખા પહેરેલી યુવતીઓએ હાથ બતાવીને બસને એવી જગ્યાએ રોકી હતી જ્યાં બસ સ્ટોપ નથી. જ્યારે બસમાં બેઠેલી મહિલાએ તેને પૂછપરછ કરી અને તેની કાર્યવાહીનો વિરોધ કર્યો, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને બોલાચાલી થઈ. આ પછી યુવતીઓએ મહિલા પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને તેની ઉંમરનો પણ વિચાર કર્યો નહીં. તે મહિલાને પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનામાં એવું ક્યારેય બન્યું નથી કે મુસ્લિમ યુવતીઓએ હિન્દુ મહિલાને માત્ર બુરખો પહેરીને જ બસમાં ચઢવાનું કહ્યું હોય. વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. અમારી બસ પરિવહન માટે છે. કોઈપણ વ્યક્તિ તેમાં ચઢવા અને મુસાફરી કરવા માટે મુક્ત છે.”

આ વિશે વધુ માહિતી મેળવવા માટે, અમે કાસરગોડના કુમ્બલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. સ્ટેશન ઓફિસરે કહ્યું, “આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. વીડિયોમાં દેખાતી મુસ્લિમ યુવતીઓ કન્નુર યુનિવર્સિટીની ખાનસા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ છે. તે ઘણા સમયથી ફરિયાદ કરી રહી હતી કે કોલેજની સામે બસ ઉભી રહેતી નથી, તેથી તે બસ રોકીને તેમાં ચડી ગયા. અને બસમાં મુસાફરી કરી રહેલી મહિલા સાથે બસ રોકવા બાબતે બોલાચાલી કરી હતી. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.”

તમે નીચે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોમાં બુરખો પહેરેલી મહિલાઓ બસ સ્ટોપને લઈને દલીલ કરી રહી છે. તેઓ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં આવવાનું કહેતા હોવાનો દાવો ખોટો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું કેરળમાં મુસ્લિમ મહિલાઓએ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં ચઢવા કહ્યું હતુ..? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False