શું ખરેખર કૂલભૂષણ જાદવને ઈન્ટરનેશનલ કોર્ટે મુક્ત કર્યો..? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rupali Ragi V Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવ્યુ હતુ. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૂલભૂષણ જાદવને આંતરાષ્ટ્રિય કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ પોસ્ટ પર 108 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “kulbhushan jadhav news update” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા 11 જૂલાઈ 2019ના TIMES OF INDIA દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, કુલભૂષણ જાધવના કેસ પર આંતરરાષ્ટ્રિય કોર્ટ 17 જૂલાઈએ ચુકાદો આપશે. જે આપ નીચે વાંચી શકો છો.

TIMES OF INDIA.png

ARCHIVE

ત્યારબાદ અમને આંતરરાષ્ટ્રિય ન્યાયલયના ઓફિશિયલ વેબસાઈટ પરથી તેમનું ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતું, જેમાં કૂલભૂષણ જાદવ પ્રકરણ (ભારત vs પાકિસ્તાન)નો નિર્ણય આગામી 17 જૂલાઈ 2019ના (બુધવારે) જાહેર કરવામાં આવશે.

ARCHIVE | PRESS RELEASE

દૂરદર્શન ન્યૂઝના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર પણ આ માહિતી આપવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE 

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, કૂલભૂષણ જાદવનો કેસ હજુ આંતરરાષ્ટ્રિય કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમને મુક્તિ મળી તે વાત ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે. કૂલભૂષણ જાદવનો કેસ હજુ આંતરરાષ્ટ્રિય કોર્ટમાં ચાલી રહ્યો છે. અને આગામી 17 જૂલાઈ 2019ના તેમના પર નિર્ણય આપવામાં આવશે. તેમને મુક્તિ મળી તે વાત ખોટી છે.

Avatar

Title:શું ખરેખર કૂલભૂષણ જાદવને ઈન્ટરનેશનલ કોર્ટે મુક્ત કર્યો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False