શું ખરેખર દેશની રાજધાની દિલ્હીમાં સેક્સ પાર્લર ખોલવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેક્સ માર્કેટનું એક બોર્ડ દુકાન પર લાગેલુ જોઈ શકાય છે. જે વિડિયોને સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીમાં કેજરીવાલ દ્વારા સેક્સ માર્કેટ ખુલ્લુ મુકવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતુ ડિસ્પ્લે બોર્ડ કરિયાણાની દુકાનના બોર્ડને હેક કર્યા બાદ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે અને તે અંગે ફરિયાદ પણ નોધાવવામાં આવી છે. તેમજ દિલ્હીમાં સેક્સ રેકેટ ચાલુ કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Maheshbhai Gajera નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં કેજરીવાલ દ્વારા સેક્સ માર્કેટ ખુલ્લુ મુકવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને લઈ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમદાવાદ મિરરનો એખ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાષ્ટ્રીય રાજધાનીમાં કરિયાણાની દુકાનની બહારના એક ડિસ્પ્લે બોર્ડમાં અશ્લીલ સંદેશા દર્શાવવામાં આવ્યા હતા, જેના પછી કથિત રીતે LED બોર્ડને હેક કરવા બદલ અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અમદાવાદ મિરર | સંગ્રહ

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યસપંજાબ નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર ડિસ્ટ્રિક્ટ) સમીર શર્માએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે વિડિયોમાં દેખાડવામાં આવેલ જગ્યા કોઈ સ્પા નથી પરંતુ ‘રાજ મંદિર’ નામની કરિયાણાની દુકાન છે અને તેમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી નથી. કરિયાણાની દુકાન ‘રાજ મંદિર’ના મેનેજર પાસેથી તેના એલઇડી બોર્ડ સાથે છેડછાડ અથવા હેક કરવા અને તેના પર અશ્લીલ સંદેશાઓ ફ્લેશ કરવા અંગે ફરિયાદ મળી હતી.” 

યસ પંજાબ | સંગ્રહ

તેમજ તેજ તરાર નામની યુટ્યુબ ન્યુઝ ચેનલ દ્વારા રાજમંદિર હાઈપર માર્કેટના આ મેનેજરનું નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ પોલીસ ફરિયાદ કર્યાની તેમજ આ બાદ પોલીસ ફરિયાદની નકલ પણ તેઓ બતાવી રહ્યા છે. તેમજ માફી માંગતી ડિસ્પ્લે પણ આ વિડિયોમાં દેખાડવામાં આવી રહી છે. જે તમે નીચેના વિડિયોમાં જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રાજ મંદિર હાઈપર માર્કેટના મેનેજરનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમારી શોપના એલઈડી બોર્ડને હેક કરવામાં આવ્યુ હતુ, જે અંગે અમે પોલીસ ફરિયાદ પમ નોદાવી છે અમારી કરિયાણાની શોપ છે. કોઈ સ્પા અમારા દ્વારા ચલાવવામાં આવતુ નથી. તેમજ અમે અમારા ગ્રાહકો પાસે માફી માંગતી ડિસ્પલે પણ ચલાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતુ ડિસ્પ્લે બોર્ડ કરિયાણાની દુકાનના બોર્ડને હેક કર્યા બાદ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે અને તે અંગે ફરિયાદ પણ નોધાવવામાં આવી છે. તેમજ દિલ્હીમાં સેક્સ રેકેટ ચાલુ કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર દેશની રાજધાની દિલ્હીમાં સેક્સ પાર્લર ખોલવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False