
Patidar Mehul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિદ્વાર ઉત્તરાખંડ કોરોનાનો બોમ્બ ફૂટયો હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના એકીસાથે 374 કર્મચારીનો કોરોના રીપોર્ટ નોંધાયો પોઝિટીવ” આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હરિદ્વારમાં આવેલી હિન્દુસ્તાન યુનિલિવર કંપનીના એકસાથે 374 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને તારીખ 22 જૂલાઈ 2020નો લાઈવમિન્ટ વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં હિન્દુસ્તાન યુનિલિવરના ચેરમેન અને એમડી સંજીવ મહેતાનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓ જણાવ્યુ હતુ કે, “અમારા હરિદ્વારની ફેક્ટકરીની 150 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા થોડા સમય માટે પ્લાન્ટને આ અઠવાડિયાની શરૂઆતથી બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, 150માંથી મોટાભાગના કર્મચારીનો એસિમ્પોમેટિક છે. તેમજ મોટાભાગનાનો કોરોના નેગેટિવ આવેલો છે.”
તેમજ લાઈવહિન્દુસ્તાન.કોમ (ARCHIVE) દ્વારા 20 જૂલાઈ 2020ના પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, કંપની ના પ્રબંધક અને અન્ય સ્ટાફ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો તેમજ કંપનીમાં પહેલો કેસ 3 જૂલાઈ 2020ના તેમજ બીજો કેસ 7 જૂલાઈ 2020ના નોંધાયો હતો.
ત્યારબાદ અમે ઉત્તરાખંડ વિભાગની વેબસાઈટ પરથી હેલ્થવિભાગ દ્વારા કોરોનાને લઈ અને દરરોજ બહાર પાડવામાં આવતુ હેલ્થ બુલેટિન પ્રાપ્ત થયુ હતુ. તેમાં ક્યાંય પણ એક સાથે 374 કેસ હરિદ્વારમાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ ન હતુ.
ત્યારબાદ અમે હરિદ્વારા હેલ્થ વિભાગના સીએમઓ ડો. સરોજ નૈથાણી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હિન્દુસ્તાન યુનિલિવરમાં એકસાથે 374 કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટીવ નથી આવ્યો. અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પરંતુ 374 કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હરિદ્વારમાં આવેલા હિન્દુસ્તાન યુનિલિવરની ફેક્ટરીમાં એકસાથે 374 કેસ આવ્યા નથી. આ વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટી હરિદ્વારા હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

Title:શું ખરેખર હિન્દુસ્તાન લિવરના 374 કર્મચારીઓના એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
