
મારુ ગુજરાત મારુ ગૌરવ નામના ફેસબુક પેજ દ્વારા 19 મે,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, માણસનો સમય આવે ત્યારે શું થાય તેનું આનાથી સારું ઉદાહરણ બીજું કયું હોય!☺એક દિવસ જેનું નામ 4×4ની ઓરડીમાં હતું, આજે તેનું નામ દોઢસો વિઘાનાં સ્ટેડિયમમાં છે! [સમજાય તો શેર કરજો અને અમારું પેઇજ લાઈક કરજો] આ પોસ્ટમાં એક ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ફોટોમાં દેખાતી 4*4 ની ઓરડીમાં ટિકિટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 90 લોકોએ લાઈક કરી હતી. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો મહેન્દ્રસિંહ ધોનીની ઓફિસની તેમની ફરજ પરની જગ્યા છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને telegraphindia.com દ્વારા 1 ઓક્ટોબર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં મહેન્દ્રસિંહ ધોની વિશેની ખરગપુર ખાતેની ટિકિટ કલેક્ટરની ફરજ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ સમાચારને ધ્યાનથી વાંચતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, 14 જુલાઈ, 2001 ના રોજ ધોનીની નિયુક્તિ થઈ હતી ત્યારે તેમનો બેઝિક પગાર 3,050 રૂપિયા હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, ધોની ખરગપુરના રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. જ્યાં તેમનું કામ એવું હતું કે જે ટ્રેનો લાંબા રૂટથી આવતી હોય અને ખરગપુર સ્ટેશને ઉભી રહેતી હોય તે ટ્રેનમાં ટ્રાવેલિંગ ટિકિટનો ક્વોટા ચાર્ટ પહોંચાડવાની તેમની જવાબદારી હતી. ઘણી વખત તો ધોનીને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર ભાગવું પણ પડતું હતું. વધુમાં સમાચારમાં જણાવાવામાં આવ્યું હતું કે, ધોનીને ફરજ પર કોઈ પણ પ્રકારનું તેમના નામવાળું ડેસ્ક આપવામાં આવ્યું ન હતું પરંતુ નીરજ પાંડે દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ એમ.એસ.ધોનીમાં ફિલમના શૂટિંગ માટે આ પ્રકારે એક ધોનીના નામવાળું ટેબલ તૈયાર કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને એમ.એસ.ધોની ફિલ્મમાં હીરોની ભૂમિકામાં સુશાંતસિંઘ રાજપૂત પણ પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ટેબલ પર બેઠેલો જોવા મળ્યો હતો એ ફોટો તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ધોનીની ઓફિસના નામવાળા ટેબલનો ફોટો ફક્ત ફિલ્મના શૂટિંગ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટના ફોટોમાં ધોનીની ઓફિસમાં નામવાળું ટેબલ દેખાઈ રહ્યું છે તે ફક્ત ફિલ્મના શુટિંગ માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર પોસ્ટમાં દેખાતો ફોટો ધોનીની ટિકિટ કલેક્ટરની ફરજ દરમિયાનની ઓફિસનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
