શું ખરેખર જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતી 25-30 લોકોના મૃત્યુ થયા છે..? જાણો શું છે સત્ય…..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Jayshree Kalyani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સાવધાન જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં પાનની દુકાન તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 25 થી 30 લોકોના મૃત્યુ થયેલ છે જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે સવાર સવારમાં દુકાનદાર પણ ગાયબ થઇ ગયેલ છે ભાઈઓ આ મેસેજને આગળ મોકલો પડધરી ફલા જામ ખંભાળિયા બધી જગ્યાએ આવા તમાકુમાં ઝેરી પદાર્થ આવેલા છે અને ત્યાં પણ મૃત્યુ ના અંક આવે છે તો આ મેસેજ ને જલ્દી કોઈની જિંદગી બચે તેમ આગળ મોકલો આભાર’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટામાં દાવો કરવામાં આવ્યો હતો કે, જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 25 થી 30 લોકોના મૃત્યુ થયા છે.

FACEBOOK | PHOTO ARCHIVEઉપરોક્ત પોસ્ટામાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે ઘટના બની હોય તો ખૂબ જ મોટા સમાચાર બન્યા હોય અને સ્થાનિક મિડિયાની સાથે નેશનલ મિડિયા દ્વાપા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોય. તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતા 30 લોકોના મોત થયા’ લખતા  અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે જામનગરના ક્લેક્ટર જોડે આ અંગે વાત કરતા તેમણે અમના જણાવ્યુ હતુ કે, ‘આ પ્રકારે કોઈ ઘટના જામનગરમાં નથી બની તેમજ આ પ્રકારે ખોડિયાર કોલોનીમાં કોઈ દુકાન પણ નથી આવેલી કે જ્યાંથી તમાકુની અંદરથી ઝેરી પદાર્થ મળ્યો હોય.’

ત્યારબાદ અમે જામનગર જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ જોડે આ અંગે વાત કરી હતી, તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, ‘લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. કોઈ આવારા તત્વો દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. લોકોને વિનંતી છે કે આ પ્રકારની અફવાઓથી દૂર રહે.’

પરિણામ

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે કોઈ ઘટના જામનગરમાં બની ન હોવાનું જીલ્લા પોલીસ વડા અને જીલ્લા ક્લેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. 

Avatar

Title:શું ખરેખર જામનગરમાં તમાકુમાં ઝેરી પદાર્થ આવતી 25-30 લોકોના મૃત્યુ થયા છે..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False