અંબાજી ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Gandhi Urvashi Bansilal  નામના ફેસબુક યુઝર દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આપોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, અંબાજીમાં શ્રી પ્રહલાદભાઈ જાની
ચુંદડીવાળા માતાજી આજે દેવલોક પામ્યા છે Prahlad Jani (Gujarati: પ્રહલાદ જાની), also known as Mataji or Chunriwala Mataji, (born 13 August 1929) is an Indian breatharian monk who claims to have lived without food and water since 1940. He says that the goddess Amba sustains him. However, the informations of the investigations on him is kept confidential, and being studied under experts provision. Charada village in Mehsana district.[1] According to Jani, he left his home in Gujarat at the age of seven, and went to live in the jungle. His ashram is in Ambaji Bottom of Form.
પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતા અંબાજીના પ્રહલાદ જાની જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તે દેવલોક પામ્યા છે. આ પોસ્ટને 7 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 5 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.03.26-19_17_33.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને કોઈ પણ મીડિયા દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા તેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમને 29 એપ્રિલ, 2010 ના રોજ Aaj Tak દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રહલાદ જાની (ચૂંદડીવાળા માતાજી)એ છેલ્લા 65 વર્ષથી કંઈજ ખાધું નથી છતાં પણ તેઓ જીવિત છે.

અમારી વધુ તપાસમાં અમે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો સંપર્ક કરતાં ત્યાંના પૂજારી કૃણાલભાઈ જોશી દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, 25 માર્ચ, 2020 ના રોજથી માતાજીની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી ચૂંદડીવાળા માતાજી મૌન ધારણ કરીને અનુષ્ઠાન માટે પોતાની ગુફામાં બિરાજમાન થયા છે. તેઓને હવે ચૈત્રી આઠમના રોજ જોઈ અને મળી શકાશે. સોશિયલ મીડિયા પર તેમના અવસાનની જે માહિતી વાયરલ થઈ રહી છે તે તદ્દન ખોટી છે.

Archive

વધુમાં તેઓએ અમને ચૂંદડીવાળા માતાજી ચૈત્રી નવરાત્રીના રોજ સવારે બ્રહ્મ મૂહૂર્તમાં માતાજીની પૂજા-અર્ચના કરતા હતા એ સમયનો ફોટો પણ મોકલ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

2020-03-26.jpg

અમારી વધુ તપાસમાં અમને એક સમાચારપત્ર દ્વારા પણ ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા એ માહિતી ખોટી હોવાનું જણાવ્યું હતું. 

WhatsApp Image 2020-03-26 at 7.54.28 PM.jpeg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજીનું અવસાન થયું એ માહિતી ખોટી છે. તેઓ હાલમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થતી હોવાથી અનુષ્ઠાન કરવા માટે તેમની ગુફામાં જ બિરાજેલા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજીનું અવસાન થયું એ માહિતી ખોટી છે. તેઓ હાલમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થતી હોવાથી અનુષ્ઠાન કરવા માટે તેમની ગુફામાં જ બિરાજેલા છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:અંબાજી ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False