શું ખરેખર ઝવેરચંદ મેઘાણીની આમંત્રણ પત્રિકામાં તેમનો ફોટો જ નથી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકાનો છે. જેનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ નિમત્રંણ પ્રતિકાને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રીય શાયર માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો જ ફોટો નથી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી અધુરી છે. ઝવેરચંદ મેઘાણી માટે આયોજિત કાર્યક્રમની પત્રિકામાં કુલ 13 ફોટો છે. એક પણ ફોટો ન હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Jani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રીય શાયર માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો જ ફોટો નથી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ આમંત્રણ પત્રિકા અંગે બીજી માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઝવેરચંદ મેઘાણીની આમંત્રણ પત્રિકામાં તેર ફોટો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.” જે તમે નીચે જોઈ શકો છો. 

https://twitter.com/CWGujarat/status/1431619086073483271?s=20

Archive

તેમજ ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા તેમના ફેસબુક પેજ પર 28 ઓગસ્ટના આમંત્રણ પત્રિકા પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં પણ ઝવેરચંદ મેઘાણીના 13 ફોટોને જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/permalink.php?story_fbid=840234169957855&id=157590414888904&__xts__%5B0%5D=68.ARDqmOF0LxoIb-58_aEHDf4GEOyDDKnG3J_fXsBgkNpCBGhK_AuGiBzwiwLNNaa7oNe7ooMIOU5r3Osr4dCPuZgNU5jdb2Y9BquNrMti6wr-M4StzrjvqwOIN2GkJeuWFIFN-DMbDFiGCWG3YHpNSQf-eqOkTy0xSsjbugIjHmi2uSjj5Qyq35vJZID4otD3dojN9hgk02qx_U8WG_633b1w26GPDvDEizc3oY2U-QKC5JBZ79yrvhK-NtUBSCF42BzHiaCaJY1wxCfvhL3unWsG83eK1RSg5bmwIRidkrqpg25V5s8&__tn__=-R

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મુખ્ય સચિવ સી.વી.સોમ નો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ આમંત્રણ પત્રિકાના મુખ્ય પૃષ્ટને શેર કરીને લોકોમાં ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. આ સંપૂર્ણ પત્રિકામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 13 ફોટો છે. ઝવેરચંદ મેઘાણીનો ફોટો ન હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી અધુરી છે. ઝવેરચંદ મેઘાણી માટે આયોજિત કાર્યક્રમની પત્રિકામાં કુલ 13 ફોટો છે. એક પણ ફોટો ન હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ઝવેરચંદ મેઘાણીની આમંત્રણ પત્રિકામાં તેમનો ફોટો જ નથી…?

Fact Check By: Yogesh Karia 

Result: False