Fake News: આમ આદમી પાર્ટીના વખાણ કરતા BJP સમર્થકોનો આ વિડિયો અધૂરો છે. જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

સંપૂર્ણ વિડિયોમાં બીજેપી સમર્થકો કહે છે કે આમ આદમી પાર્ટી સારી છે પરંતુ બીજેપીથી આગળ વધી શકતી નથી.

ગુજરાતની ચૂંટણીનો માહોલ હવે ગરમ થઈ રહ્યો છે. ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વિડિયો વોર શરૂ થઈ ગયું છે. આવો જ એક વિડિયોમાં ભાજપના સમર્થકો દુપટ્ટા પહેરીને આમ આદમી પાર્ટીના વખાણ કરી રહ્યા છે.

આ વિડિયો શેર કરીને લોકો દાવો કરી રહ્યા છે કે, “બીજેપી સમર્થકો હવે આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

આમ આદમી પાર્ટી ધોળકા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીજેપી સમર્થકો હવે આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ વિડિયોમાં જોયું કે તેમાં ‘ગુજરાત તક’ લખેલું છે. આને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર કિવર્ડ સર્ચ કરતા અમને ઓરિજનલ વિડિયો મળ્યો હતો. જે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત તકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયો હતો.

તેમાં તમે 3.57 મિનિટથી વધુ સમય સુધી વાયરલ ક્લિપ જોઈ શકો છો.

રિપોર્ટરઃ આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે, આ અંગે તમારૂ શું કહેવું છે.?

માણસઃ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે, તેમાં શિક્ષિત લોકો પણ છે. પરંતુ આ લોકો ભાજપની સામે સક્ષણ નથી. તેમની પાસે કોઈ મજબૂત દાવેદાર નથી જે ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે. 

તેના પરથી કહી શકાય કે, વાયરલ વિડિયોમાં તે વ્યક્તિની અધૂરી વાત બતાવવામાં આવી છે. વાસ્તવમાં તેઓ કહેતા હતા કે, આમ આદમી પાર્ટી ભાજપથી જીતી શકે નહીં.

તમે વાયરલ થઈ રહેલા વિડિયો અને ઓરિજિનલ વિડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે 20મી સપ્ટેમ્બરએ ગુજરાતના મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો રોડ શો હતો. આ વિડિયો તે જ સમયનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ થઈ રહેલા વિડિયોને લઈને કરવામાં આવેલા દાવા ખોટા છે. ભાજપના સમર્થકોએ કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ પર જીત મેળવી શકશે નહીં.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: આમ આદમી પાર્ટીના વખાણ કરતા BJP સમર્થકોનો આ વિડિયો અધૂરો છે. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context