શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Mixture રાજકીય I Political રાષ્ટ્રીય I National

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઉતર પ્રદેશના ભાજપના નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ખેસ પહેરાવી ભાજપના સભ્ય બનાવ્યા હતા. 

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “sushil singh viral video” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પોસ્ટમાં દર્શાવવામાં આવેલા સમાચાર મુજબના જ સમાચાર પ્રાપ્ત થયા હતા. પરંતુ એક પણ સમાચારમાં પુરાવા આપવામાં આવ્યા ન હતા, માત્ર આક્ષેપ જ કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો. 

HINDUSTAN TIMES | ARCHIVE

NDTV INDIA | ARCHIVE

તેમજ TIMES OF INDIA દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં સુશિલ કુમારનુ નિવેદન પણ આપવામાં આવ્યુ હતું, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દ્વારા તેમને ત્યા બોલાવવામાં આવ્યા હતા, તેમજ તેમને કોઈને પણ ભાજપના સદસ્ય બનાવ્યા નથી. જે આપ નીચે વાંચી શકો છો.

TIMES OF INDIA | ARCHIVE

તેમજ TIMESNOWNEWS.COM દ્વારા પણ આ અંગે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, જિલ્લા ક્લેકટર દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેની તપાસ  જિલ્લાના શાળા નિરિક્ષકને સોપવામાં આવી છે. જે આપ નીચે વાંચી શકો છો.

THE TIMESNOWNEWS.COM | ARCHIVE

ઉપરોક્ત પરિણામ બાદ અમને સુશિલ સિંઘનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ. તેમાં તેઓ જણાવી રહ્યા છે. કે. તેમને કોઈ બાળકોને ભાજપના સદસ્ય નથી બનાવ્યા તેમજ બાળકો દ્વારા જ તેમને ત્યા બોલવવામાં આવ્યા હતા, અને અભ્યાસનો સમય પુરો થયા બાદ જ તેઓ ત્યાં ગયા હતા. જે આપ નીચે સાંભળી શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામ પરથી ક્યાંય પણ સ્પષ્ટ નથી થતુ કે, ચાલુ શાળાએ બાળકોને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોય, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે તપાસ થયા બાદ જ જાણવા મળશે કે, ખરેખર હકિકત શુ હતી. માટે જ્યા સુધી ક્લેક્ટર દ્વારા આપવામાં આવેલી તપાસ પુરી ન થાય ત્યા સુધી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત કહેવાય કારણ કે, જો ખરેખર ધારાસભ્ય દ્વારા ચાલુ અભ્યાસ દરમિયાન આ પ્રકારે કરવામાં આવ્યું તો ઉપરોક્ત પોસ્ટ સત્ય સાબિત થશે. પરંતુ જો ઘટના ખોટી હોવાનું સામે આવ્યુ તો ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થશે. 

પરિણામ

ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, ચાલુ શાળાએ બાળકોને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોય તે સાબિત થતુ નથી, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે તપાસ થયા બાદ જ જાણવા મળશે કે, ખરેખર હકિકત શુ હતી. માટે જ્યા સુધી ક્લેક્ટર દ્વારા આપવામાં આવેલી તપાસ પુરી ન થાય ત્યા સુધી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત કહેવાય કારણ કે, જો ખરેખર ધારાસભ્ય દ્વારા ચાલુ અભ્યાસ દરમિયાન આ પ્રકારે કરવામાં આવ્યું તો ઉપરોક્ત પોસ્ટ સત્ય સાબિત થશે. પરંતુ જો ઘટના ખોટી હોવાનું સામે આવ્યુ તો ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થશે. 

Avatar

Title:શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Fact Check By: Yogesh Karia 

Result: Mixture