
Manhar Jamil નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “યોગ કરવાથી માણસ કદી બીમાર નથી પડતો, હંમેશાં જવાન રહે છે અને 400 વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે.” – બાબા રામદેવ (બાબા રામદેવ – જે જર્મની જઈને એલોપેથીક સારવાર હેઠળ ઘુંટણોનું ઓપરેશન કરાવી આવ્યા !). ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 166 લોકોએ લાઈક કરી હતી, 27 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બાબા રામદેવનું જર્મનીમાં ઘૂંટણનું ઓપરેશન કરાયું હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના ઈન્ડિયા ટીવી દ્વારા 13 જૂન, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતાં અમને માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં દાવા સાથે મૂકવામાં આવેલો બાબા રામદેવનો ફોટો જ્યારે બાબા રામદેવ વર્ષ 2011 માં જ્યારે ઉપવાસ પર હતા તે સમયનો છે અને 9 દિવસના લાંબા ઉપવાસ બાદ તેમને પારણાં કરાવવા માટે આર્ટ ઓફ લિવિંગના ગુરુ શ્રી શ્રી રવિશંકર તેમની સાથે કથાકાર મોરારી બાપુ તેમજ બાબા રામદેવના સહયોગી બાલકૃષ્ણ પણ આ સમાચારમાં ફોટામાં નજરે પડી રહ્યા છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયા ટીવી દ્વારા 12 જૂન, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં પણ બાબા રામદેવે દહેરાદૂનની એક હોસ્પિટલમાં 9 દિવસ બાદ શ્રી શ્રી રવિશંકરના હાથે પારણાં કર્યા તેની માહિતી આપવામાં આવી છે. તેમજ આ સંપૂર્ણ વીડિયોમાં તમે 16.12 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને લગતા વીડિયો શોટ્સ પણ તમે જોઈ શકો છો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસસમાં અમે બાબા રામદેવના ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને પોસ્ટના દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2011 બાબા રામદેવ સરકાર વિરુદ્ધ ઉપવાસ પર ઉતર્યા હતા તે સમયનો છે. અને હાલમાં બાબા રામદેવનું જર્મનીમાં ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હોય એવું ક્યાંય સાબિત થતું નથી,
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર બાબા રામદેવે જર્મનીમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન…? જાણો સત્ય
Fact Check By: Vikas VyasResult: False
