હુબ્બલી એરપોર્ટ કેન્ટિનના વર્ષ 2022ના આ દ્રશ્યો છે. જખૌના હોવાની વાત તદ્દન ખોટી છે.

બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. પરંતુ એક રાહતની વાત છે તેની તિવ્રતા ઘટી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર ખુરશીઓ ઉડતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડાના કારણે જખૌ હાઈ-વે પરની હોટલનું ફર્નિચર હવામાં ઉડવા લાગ્યુ તેના દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mital Khetani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડાના કારણે જખૌ હાઈ-વે પરની હોટલનું ફર્નિચર હવામાં ઉડવા લાગ્યુ તેના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ડેકન હેલાર્ડના પત્રકાર અરૂણકુમાર હુરાલીમઠ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આ જ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે આ વીડિયો 5 મે 2022ના પ્રસારિત કર્યો હતો. જેની સાથે માહિતી આપી હતી કે, “હુબ્બલી એરપોર્ટની કેન્ટિનના આ દ્રશ્યો છે. જ્યાં ભારે વરસાદ બાદ પવનના કારણે આ દ્રશ્યો જોવા મળ્યા હતા.” આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ ટાઈમ્સ નાઉ ન્યુઝ દ્વારા 6 મે 2022ના તેમની વેબસાઈટ પર આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.

Timesnownews | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો જખૌ હાઈ-વે પરનો નથી, પરંતુ આ વીડિયો કર્ણાટકાના હુબ્બલીના એરપોર્ટની કેન્ટિન પરનો વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર જખૌ હાઈ-વે પર હોટલનું ફર્નિચર હવામાં ઉડી ગયુ તેના દ્રશ્યો છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False