ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં ઈરાને પાસેના દેશોમાં પણ હુમલા કર્યા હતા. જેમાં તેમણે યુઈએ પર પણ હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એરપોર્ટની અંદર તેમજ એરપોર્ટના રનવે પર પાર્ક કરેલા વિમાનમાંથી પણ ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દુબઈ પર ઈરાનના હુમલામાં એરપોર્ટમાં આગ લાગી તેના દ્રશ્યો છે.“

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ઈરાની હુમલાથી દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને નુકસાન થયું હતું, પરંતુ વિમાન બળી ગયું હોવાનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો ન હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને એરપોર્ટના પ્રવક્તાનું એક નિવેદન પ્રાપ્ત થયુ હતુ, જેની સાથે માહિતી આપતા જણાવ્યું હતું : “દુબઈ એરપોર્ટ્સે પુષ્ટિ આપી છે કે દુબઈ ઈન્ટરનેશનલ (DXB) ખાતે એક ઘટનામાં એક કોન્કોર્સને થોડું નુકસાન થયું હતું, જેને ઝડપથી કાબુમાં લેવામાં આવ્યું હતું. તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને પરિસ્થિતિનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ચાર સ્ટાફને ઇજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી હતી. પહેલાથી જ અમલમાં મુકાયેલી આકસ્મિક યોજનાઓને કારણે, મોટાભાગના ટર્મિનલ્સને મુસાફરોથી મુક્ત કરવામાં આવ્યા હતા. ઉપલબ્ધ થતાંની સાથે વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.”

હાઇવ મોડરેશન એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ ડિટેક્શન ટૂલે પણ તારણ કાઢ્યું હતું કે, આ વીડિયો 96.9% “એઆઈ-જનરેટેડ હોવાની શક્યતા” છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. ઈરાની હુમલા બાદ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને “નાનું નુકસાન” થયું હોવાની એરપોર્ટ અધિકારી દ્વારા પૃષ્ટિ કરવામાં આવી હતી.


