
Trishul News Media દ્વારા તારીખ 21 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફરી થઈ તક્ષશીલા વાળી, જાણો કયા?” આ પોસ્ટ પર 379 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતમાં જે પ્રકારે આગ લાગી હતી તેવી જ આગ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં લાગતા દોડધામ મચી જવા પામી હતી.
FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આર્ટીકલ વાંચ્યો હતો. આ આર્ટીકલની સાથે જૂદા-જૂદા ત્રણ ફોટો શેર કરવામાં આવ્યા હતા, જે ફોટોને અમે રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
IMAGE NO. 1
ઉપરોક્ત આર્ટીકલ સાથે શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી જાણવા મળ્યુ હતુ કે, અમદાવાદમાં શ્રીજી ટાવરમાં લાગેલી આગનો ફોટો છે. જેને હાલની ઘટના સાથે સરખાવી શેર કરવામાં આવ્યો છે. KHABARBAR.COM નામની વેબસાઈટ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
IMAGE NO. 2
બાદમાં અમે બીજા નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે વર્ષ 2017માં નવરંગપુરામાં આગ લાગી હતી, ત્યારનો ફોટો છે. જે ફોટો સાથે GUJARATHEADLINE.COM દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
IMAGE-3
બાદમાં અમે ત્રીજા ફોટોને પણ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો પરથી જાણવા મળ્યુ હતુ કે, ત્રીજો ફોટો જે શેર કરવામાં આવ્યો છે. તે ફોટો મુંબઈમાં લાગેલી ક્રાઉફોર્ડ માર્કેટનો છે. જે સમાચારને TIMESOFINDIA દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.ARCHIVE
ઉપરોક્ત પડતાલ પરથી એ સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલામાં ફોટો જૂના છે. બાદમાં પોસ્ટમાં જે સીટીએમ પાસે આગ લાગી હતી. તે જાણવા માટે અમે ફાયરવિભાગનો સંપર્ક સાધતા તેમણે અમને આ ઘટનાના વિડિયો આપ્યા હતા. તેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ વાત સત્ય સાબિત થતી ન હતી. જે આપ નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસતુર સાથે વાત કરી હતી અને આ ઘટના અંગે અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ગંભીર આગ લાગી ન હતી. જો કે, સાવચેતીના ભાગરૂપે અમે ફાયર જવાનોને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. તમે જે વાત કરી રહ્યા છો, તે સાવ ખોટી વાત છે. તેમજ લોકોને વિંનતી છે કે, આ પ્રકારે ખોટા સમાચાર થી દૂર રહેવું”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો જૂના છે. તેમજ હાલની ઘટના સાથે તેને કોઈ લેવા દેવા નથી. તેમજ જે પ્રકારે આગ લાગી હોવાનો પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. તે સંદતર ખોટો છે. જેની પુષ્ટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર સુરત જેવી આગની ઘટના અમદાવાદમાં બની હતી..?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
