શું ખરેખર આ તેલ લગાવવાથી એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા…? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા  5 મે, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, રાત્રે આ તેલ વાળમાં લગાવવાથી અઠવાડિયા માં 3-4 ઇંચ વાળ લાંબા થઈ જશે ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 746 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 22 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 807 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.17-03-57-12.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એક અઠવાડિયામાં વાળ 3 થી 4 ઈંચ લાંબા થઈ જાય એવી કોઈ માહિતી જાણવા મળી ન હતી. હવે જો ખરેખર આ પ્રકારે વાળ વધતા જ હોત તો યુ ટયુબ પર આ અંગે કોઈના કોઈ માહિતી જરૂર હોય જ એટલા માટે અમે યુ ટ્યુબનો સહારો લીધો અને એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.17-04-03-56.png

Archive

યુ ટ્યુબના પિરણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જેથી એ વાત તો નક્કી થઈ જાય છે કે, ફક્ત એક અઠવાડિયામાં 3 થી 4 ઈંચ વાળ વધી જાય એ માહિતી લોકોને ભ્રામક કરવા માટે જ મૂકવામાં આવી છે. અંતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતીની સત્યતા જાણવા માટે આયુર્વેદના નિષ્ણાત ડૉ. રાકેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને તેમને આ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આયુર્વેદમાં ફક્ત એક અઠવાડિયામાં જ આ પ્રકારે વાળને 3 થી 4 ઈંચ લાંબા કરે એવા કોઈ તેલ કે દવાની શોધ હજુ સુધી થઈ હોય એવુ મારા ધ્યાનમાં નથી.

2019-06-17.png

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, વાળ એક અઠવાડિયામાં 3 થી 4 ઈંચ લાંબા થઈ જાય એવા કોઈ જ તેલ કે દવાની શોધ હજુ સુધી થઈ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ તેલ લગાવવાથી એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False