કાલ્પનિક વાર્તા સાથેનો વધુ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો…  જાણો શું છે સત્ય….

રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ફોટોમાં જોવા મળતી યુવતી ટ્રાવેલ બ્લોગર છે. તે IAS ટોપર નથી.

હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવાન મહિલાનો અસામાન્ય ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ માણસને હાથ રિક્ષામાં લઈ જતી હતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “IASની પરીક્ષામાં ટોપ કરનાર યુવતી છે. જેના પિતા રિક્ષા ચાલક છે અને તે તેના પિતાને તેની રિક્ષામાં બેસાડી અને લઈ જઈ રહી છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

દીકરી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “IASની પરીક્ષામાં ટોપ કરનાર યુવતી છે. જેના પિતા રિક્ષા ચાલક છે અને તે તેના પિતાને તેની રિક્ષામાં બેસાડી અને લઈ જઈ રહી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને શર્મોના પોદ્દાર નામની મહિલા ટ્રાવેલ બ્લોગર દ્વારા 2018માં તેના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. 

તેણીએ નીચેના કેપ્શન સાથે આ છબી પ્રકાશિત કરી. 

“નાનપણથી, જ્યારે પણ હું કલકત્તાના ઉત્તર અને મધ્ય ભાગમાં આવશ્યકપણે જતી, ત્યારે જ્યારે પણ હું હાથથી ખેંચાયેલી રિક્ષા જોતી ત્યારે હું સહાનુભૂતિ અનુભવતી, તેથી તેનો ઉપયોગ ન કરવાનું પસંદ કરતી. તાજેતરમાં સુધી જ્યારે મારી સહાનુભૂતિ એ અનુભૂતિ સાથે એકરૂપ હતી કે જ્યારે અમે સવારી કરી રહ્યા છીએ ત્યારે જ અમે તેમની બ્રેડ અને બટર કમાવવામાં મદદ કરીએ છીએ.

તેથી છેલ્લી વખત જ્યારે હું કલકત્તામાં હતો, ત્યારે મારામાં #wildcraftwildlingએ તેના બદલે હેન્ડ-પુલ રિક્ષા ખેંચવાનું નક્કી કર્યું, તે જોવા માટે કે તે ખરેખર કેટલું મુશ્કેલ અને સખત છે. મેં રિક્ષાવાળા કાકાને બેસવાનું કહ્યું જ્યારે હું તેમને શોભાબજારની શેરીઓમાં આસપાસ ખેંચતી હતી, સમયાંતરે બેલની ગલીપચી કરતો હતો જ્યારે આખી શેરી સ્તબ્ધ બનીને જોઈ રહી હતી.

મને સમજાયું કે તેમાં ઘણી બધી મિકેનિઝમ્સ સામેલ છે; તે બિલકુલ કેકનો ટુકડો નહોતો. મારા તમામ વર્ષોની જિજ્ઞાસુતા અત્યંત ચોકસાઈ અને અવિરત પ્રયત્નો માટે સલામ માટે પરિવર્તિત થઈ જે દરેક પ્રવાસ દરમિયાન કરવામાં આવે છે. છતાં દરરોજ તેઓ એ જ ઉત્સાહ સાથે મતભેદ સામે લડવા માટે જાગે છે. આ ભાવના જ મને #ReadyforAnything બનવાની પ્રેરણા આપે છે.” 

Archive

શર્મોના પોદ્દારના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીર પોસ્ટ કર્યા પછી, આ તસવીર ભારતમાં તેમજ ઘણા પ્રાદેશિક વિસ્તારોમાં ભ્રામક વર્ણનો સાથે શેર કરી હતી. આ ભ્રામક અફવાઓના જવાબમાં શર્મોનાએ ફરી એકવાર ફેસબુક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં, તેણીએ લોકોને વિનંતી કરી છે કે તે મુદ્દા પર યોગ્ય તપાસ કર્યા વિના આ ફોટોને શેર કરવાનું ટાળે. 

https://www.facebook.com/shramonapoddar/posts/10212233103493759?__cft__[0]=AZWxqQQ3GLOYzCl4Gxsp5SlJd794kenzDamGesVQmnPqXH4xpkmvzXP0xn3rTYmIQNgwG_02CZxmPg28KbDfYxBCAVG3RO4-yXpaiBPfdnVQEIg1bM7WFZwvqsIOCPRVatlQvyHyMHqvLA8pG24IJs-1fDCjuVsMlx3fKxlDZKifhA&__tn__=%2CO%2CP-R

Archive

તેમજ ફેક્ટ ક્રેસન્ડોએ શ્રમોના પોદ્દારનો સંપર્ક કર્યો અને તેણીએ જણાવ્યુ હતુ કે, તે એક ટ્રાવેલ બ્લોગર છે જે કેટલીક બ્રાન્ડ માટે પ્રમોશનલ અસાઇનમેન્ટ પર પણ કામ કરે છે. તેણીએ અમને જણાવ્યું કે તે કોલકાતા નજીક ચંદનનગરની રહેવાસી છે અને તેના પિતા ડોક્ટર છે. તે IAS ટોપર નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ફોટોમાં જોવા મળતી યુવતી ટ્રાવેલ બ્લોગર છે. તે IAS ટોપર નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કાલ્પનિક વાર્તા સાથેનો વધુ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False