
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફાંસનો છે જ્યાં રસ્તા પર થતી નમાજના વિરોધમાં ફ્રાંસના નાગરિકો દ્વારા સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 નો છે. આ વીડિયોને તાજેતરમાં ફ્રાંસમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jenish Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 28 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ફ્રાંસ સરકાર અને નાગરિકો લડી લેવાના મૂડમાં હોઈ એવું લાગે છે… જાહેરમાર્ગો પર થતી નમાજ ની સામે ફેંચ નાગરિકો એ જોર જોર માં સામૂહિક રાષ્ટ્રગાન ગાયું… ( વિડિયો via whatsapp). આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાંસનો છે જ્યાં રસ્તા પર થતી નમાજના વિરોધમાં ફ્રાંસના નાગરિકો દ્વારા સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને AP Archive દ્વારા 5 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આજ વીડિયો સાથેના સામાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, શુક્રવારે ફ્રાંસ પરાના રહેવાસીઓએ મસ્જિદ સાથેના રાષ્ટ્રવ્યાપી વિવાદને ઉત્તેજન આપતા શેરીમાં નમાજ પઢવાનો પ્રયાસ કરતાં શુક્રવારે તોફાનો ફાટી નીકળ્યા હતા. ફ્રાંસના મેયર રેમી મુજાયુએ આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને એવી જગ્યાએ ગયા જ્યાં મુસ્લિમો મહિનાઓથી પ્રાર્થના કરી રહ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને 10 નવેમ્બર, 2017 ના રોજ 20minutes.fr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફ્રેન્ચ રાજકારણીઓએ શુક્રવારે ફ્રાંસ પરામાં એક શેરી પર મુસ્લિમોની સામે જાહેરમાં કૂચ કરી, રસ્તા પરની આ જગ્યાને ‘unacceptable use’ તરીકે ગણાવવામાં આવી હતી.
વીડિયોમાં લોકોને બેનરો સાથે બતાવવામાં આવ્યા છે અને બીબીસી ન્યૂઝ દ્વારા તે જ બેનર સાથેનો એક ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 નો છે. આ વીડિયોને તાજેતરમાં ફ્રાંસમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સાથે કોઈ જ સંબંધ નથી.

Title:સ્ટ્રીટ પ્રાર્થનાનો જૂનો વીડિયો ફાંસમાં તાજેતરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Partly False
