
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનના સમર્થનમાં પંજાબથી 20000 નિહંગ સાધુ ઘોડા લઈને નીકળ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં દલ ખાલસા નિહંગ શીખોએ દિલ્હી ફતેહ દિવસના અવસર પર દિલ્હીના મજનૂ કા ટીલા ગુરુદ્વારાથી લાલ કિલ્લા સુધી નગર કિર્તન કર્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Patel Tarun નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબથી 20000 નિહંગ (સાધુ) ઘોડા લઈને કિસાનોના સમર્થનમાં દિલ્લી જવા રવાના. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનના સમર્થનમાં પંજાબથી 20000 નિહંગ સાધુ ઘોડા લઈને નીકળ્યા તેનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Fouj96Crori Soldier96Crori દ્વારા યુટ્યુબ પર 2 જુલાઈ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2018 માં દિલ્હી ખાતે બુઢા દલ નિહંગ શીખો દ્વારા નીકાળવામાં આવેલા જૂલુસનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો ઉપરોક્ત માહિતી સાથે યુટ્યુબ પર 16 નવેમ્બર, 2018 ના રોજ Tejinder Singh દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે દિલ્હી ખાતેની બુઢા દલની ઓફિસમાં સંપર્ક કરતાં ત્યાંના રવિંદરપાલસિંહે અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો હાલના ખેડૂત આંદોલનનો નથી. આ વીડિયો તે સમયનો છે જ્યારે દલ ખાલસા નિહંગ શીખોએ 2018 માં મજનુ કા ટીલા ગુરુદ્વારાથી લાલ કિલ્લા સુધી નગર કિર્તન કર્યું હતું. આ સિવાય જો 20000 નિહંગ શીખ 2 હજાર ઘોડા લઈને દિલ્હી તરફ આવી રહ્યા હોત તો આ બાબત ચોક્કસ સમાચારમાં આવી જ હોય. તેઓ ક્યારેય કહ્યા વિના દિલ્હી જવા રવાના ના થાય. અમને આ વિશે હજી સુધી કોઈ માહિતી મળી નથી. જો કે જો જરૂરિયાત ઉભી થશે તો નિહંગ શીખ તેમના ખેડૂત ભાઈઓના સમર્થનમાં આવી શકે છે.”
વધુમાં અમે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને વર્ષ 2018 ના યુટ્યુબ વીડિયો વચ્ચેની સરખામણી કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં દલ ખાલસા નિહંગ શીખોએ દિલ્હી ફતેહ દિવસના અવસર પર દિલ્હીના મજનૂ કા ટીલા ગુરુદ્વારાથી લાલ કિલ્લા સુધી નગર કિર્તન કર્યું હતું તેનો છે.

Title:નિહંગ શીખોનો એક જૂનો વીડિયો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
