તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોલીસ જવાન પર ટ્રેક્ટર ચડાવી રહેલા કિસાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ જવાન પર ટ્રેક્ટર ચડાવી રહેલા કિસાનો નો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 16 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખાલિસ્તાની આતંકવાદીઓ હરિયાણા પોલીસ જવાન પર ટ્રેક્ટરનો હુમલો કર્યો, પછી ખબર પડી, જવાન ને 50 મીટર સુધી ખેંચતા રહ્યા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને યાદ રાખો... દરેકનું લોહી દરેક ટીપાનો હિસાબ થશે...બધું યાદ રહેશે 😡😡😡. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના એક દ્રશ્ય સાથેના સમાચાર નવભારત ટાઈમ્સ દ્વારા 21 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઓગસ્ટ 2023માં પંજાબના વિવિધ ખેડૂત પક્ષો તેમની માંગણીઓને લઈને ચંદીગઢમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સંગરુર જિલ્લાના લોંગોવાલ ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ખેડૂતો રોડ અને ટોલ પ્લાઝાને બ્લોક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અથડામણ અને નાસભાગમાં પ્રીતમ સિંહ નામના એક વૃદ્ધ ખેડૂત પ્રદર્શનકારીના ટ્રેક્ટર-ટ્રોલીની નીચે આવી ગયા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.


આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. bollywoodwallah.in | ptcnews.tv | hindustantimes.com

પંજાબના એક પત્રકાર ગગનદીપ સિંહ દ્વારા આજ વીડિયો સાથેની ટ્વિટ 21 ઓગસ્ટ, 2023 ના રોજ કરવામાં આવી હતી.

https://twitter.com/Gagan4344/status/1693590083989836210/history

રિપબ્લિક વર્લ્ડ સમાચાર ચેનલ દ્વારા પણ આજ વીડિયો સાથેના સમાચાર 21 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ જવાન પર ટ્રેક્ટર ચડાવી રહેલા કિસાનો નો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો પોલીસ જવાન પર ટ્રેક્ટર ચડાવી રહેલા કિસાનોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context