
તાજેતરમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં 27 ઓક્ટોમ્બરના રોજ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચને લગતા ઘણા બધા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ન્યૂઝ ચેનલમાં એંકરિંગ કરી રહેલા એંકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવતાં ઝિમ્બાબ્વેનો ન્યૂઝ એંકર સમાચાર વાંચતાં હસી પડ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ટી-20 વર્લ્ડકપમાં રમાયેલી ઝિમ્બાબ્વે-પાકિસ્તાનની મેચ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sameer Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 27 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજે સહકુટુંબ મેચની છેલ્લી પાંચ ઓવર માણી ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાન હાર્યું. ઝિમ્બાબ્વેના ન્યુઝ એંકર નો આ વીડિયો વાયરલ થયો છે… માણો ગજબ બેઇજ્જતી પાકિસ્તાન. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવતાં ઝિમ્બાબ્વેનો ન્યૂઝ એંકર સમાચાર વાંચતાં હસી પડ્યો હતો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને UTV Ghana Online દ્વારા 31 ઓક્યોમ્બર, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક્રોબેટો નામના ન્યૂઝ એન્કર વિદેશી ક્લબોના નામ લઈ રહ્યા છે.
તમે આ સંપૂર્ણ વીડિયોમાં જોઈ શકો છો કે, ન્યૂઝ એંકર વિદેશમાં અલગ-અલગ ફૂટબોલ ક્લબના નામ લઈ રહ્યા છે. તેમાં પહેલા તે બોલ સ્પોર્ટ્સ બોલે છે, પછી 0.50 મિનિટે તેને હસતા બતાવવામાં આવે છે.
આ વીડિયો 31મી ઑક્ટોબર, 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, તે તાજેતરમાં યોજાયેલી પાકિસ્તાન-ઝિમ્બાબ્વે વચ્ચેની ટી-20 મૅચનો નથી. આ વીડિયો ઘણો જૂનો છે અને આ ન્યૂઝ એંકર ઘાનાની ન્યૂઝ ચેનલમાં કામ કરે છે, તે ઝિમ્બાબ્વેનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ટી-20 વર્લ્ડકપમાં રમાયેલી ઝિમ્બાબ્વે-પાકિસ્તાનની મેચ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Title:ઘાનાના ન્યૂઝ એંકરનો જૂનો વીડિયો ઝિમ્બાબ્વેના નામે વાયરલ
Fact Check By: Vikas VyasResult: False
