આ વાયરલ વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે પણ ખોટો છે. આ વિડિયો 2 વર્ષ જૂનો છે, જેને હાલનો હોય તેમ શેર કરવામાં આવી રહ્યો છે.

શનિવારે સવારે લગભગ 8 વાગ્યે હમાસે તેલ અવીવ, સેડેરોટ, એશકેલોન સહિત ઇઝરાયેલના 7 શહેરોમાં લગભગ 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી અને હમાસ વિરુદ્ધ ઓપરેશન 'સ્વોર્ડ્સ ઓફ આયર્ન'ની જાહેરાત કરી.

હવે આ ઓપરેશનને લિંક કરતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રહેણાંક મકાનમાં જોરદાર વિસ્ફોટ થાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વીડિયો હમાસ વિરૂદ્ધ ચાલી રહેલા ઓપરેશન સ્વોર્ડ્સ ઑફ આયર્નનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અરવલ્લી સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વીડિયો હમાસ વિરૂદ્ધ ચાલી રહેલા ઓપરેશન સ્વોર્ડ્સ ઓફ આયર્નનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને અલ જઝીરા ન્યૂઝના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો અલ જઝીરાએ 13 મે 2021ના રોજ શેર કરવામાં આવ્યો હતો.

જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો 12 મે 2021નો છે. જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના ગાઝા શહેરમાં સ્થિત 14 માળના અલ શોરોક ટાવર પર હવાઈ હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન અલ શોરોક ટાવર સંપૂર્ણપણે જમીન પર ધસી ગયો હતો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ 12 મે 2021 દરમિયાનનો છે. આ વીડિયોને હાલના હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ઈઝરાયેલના ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સના નામે જુનો વીડિયો વાઈરલ થઈ રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing context