તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અભિનેત્રી સાંઈ પલ્લવીના નામે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉથ ફિલ્મની અભિનેત્રી સાંઈ પલ્લવીએ લગ્ન કરી લીધા તેની આ તસવીર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી સાંઈ પલ્લવીની જે તસવીર મૂકવામાં આવી છે એ એના લગ્નીની નહીં પરંતું ફિલ્મ SK21 ની એક ઈવેન્ટ સમયની છે. આ તસવીર ખોટી માહિતી સથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Badshah નામના ફેસબુક યુઝર દ્વારા 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, 'કાગડો દહીંથરું લઈ ગયો' Finally She got Married And She Prove That Love Has No Colour..Hats off Sai Pallavi #marriage #saipallavi. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉથ ફિલ્મની અભિનેત્રી સાંઈ પલ્લવીએ લગ્ન કરી લીધા તેની આ તસવીર છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ સાઉથ ફિલ્મની અભિનેત્રી સાંઈ પલ્લવીએ લગ્ન કરી લીધા હોય એવી કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

અમારી વધુ તપાસમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ટ્વિટર પર ફિલ્મ સમીક્ષક ક્રિસ્ટોફર કનકરાજ દ્વારા 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ કરવામાં આવેલી ટ્વિટમાં મૂળ ફોટો શેર કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. સાંઈ પલ્લવીની સાથે તમિલ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર પેરિયાસામી પણ છે.

આ વાસ્તવમાં અભિનેતા શિવકાર્તિકેયન અભિનીત અને રાજકુમાર પેરિયાસામી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ SK 21 ના પૂજા સમારોહની એક તસવીર છે, જેમાં મુખ્ય ભૂમિકામાં સાંઈ પલ્લવી છે. દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામીની આ તસવીર હાથમાં ક્લેપબોર્ડ પકડીને કાપવામાં આવી રહી છે અને એવી રીતે ભ્રામક રીતે પ્રસારિત કરવામાં આવી રહી છે કે ક્લૅપબોર્ડ જોઈ શકાતું નથી.

અમારી વધુ તપાસમાં અમને રાજકુમાર પેરિયાસામીના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ વાયરલ આજ તસવીર જોવા મળી હતી.

નીચે તમે વાયરલ તસવીરની મૂળ તસવીર જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી સાંઈ પલ્લવીની જે તસવીર મૂકવામાં આવી છે એ એના લગ્નીની નહીં પરંતું ફિલ્મ SK21 ની એક ઈવેન્ટ સમયની છે. આ તસવીર ખોટી માહિતી સથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જાણો સાંઈ પલ્લવીના લગ્નના નામે વાયરલ થઈ રહેલી તસવીરનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False