તેલંગણામાં 4% મુસ્લિમ આરક્ષણ છે. જેને પુરૂ કરવાની વાત અમિત શાહ દ્વારા તેલંગણાની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટી પર નિશાનો સાધી અને સાચી-ખોટી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમિત શાહ મંચ પરથી 4% મુસ્લિમ આરક્ષણ પુરૂ કરી દેવાની વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યુ કે લોકસભાની ચૂંટણીમાં જો તેમની સરકાર આવશે તો તેઓ 4% મુસ્લિમ આરક્ષણ પુરૂ કરી નાખશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યુ કે લોકસભાની ચૂંટણીમાં જો તેમની સરકાર આવશે તો તેઓ 4% મુસ્લિમ આરક્ષણ પુરૂ કરી નાખશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રિપ્બિલક વર્લ્ડ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 10 નવેમ્બર 2023ના આ વીડિયો અપલોડ કર્યો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “તેલંગણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમિત શાહે વચન આપ્યું હતું કે જો તેલંગણામાં ભાજપ સત્તામાં આવશે તો 4% મુસ્લિમ અનામત નાબૂદ કરશે અને અન્ય પછાત વર્ગોને તે અનામત આપશે.

તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં અમિત શાહના આ જ ભાષણ વિશે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપે જાહેરાત કરી છે કે તે તેલંગાણામાં મુસ્લિમો માટેના ચાર ટકા આરક્ષણને નાબૂદ કરશે અને તેને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં વહેંચશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ જાહેરાત કરી હતી. શાહે મડીગા સમુદાય માટે એસસી કેટેગરી હેઠળ અનામતની પણ જાહેરાત કરી હતી. તેમણે હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી ન કરવા બદલ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની ટીકા કરી, અને દાવો કર્યો કે તે AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીના ડરને કારણે છે.

Times of India | Archive

તેમજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પણ તેમની યુટ્યુબ ચેનલ પર આ જ ઘટનાને લઈ અમિત શાહનું ભાષણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમિત શાહ દ્વારા 4% મુસ્લિમ આરક્ષણ તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પુરૂ કરવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી દરમિયાનનો આ વીડિયો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:અમિત શાહનો તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાનનો વીડિયો હાલનો લોકસભા ચૂંટણી દરમિયાનનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Misleading