અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે.

એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ-ભાવનગર હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવા અંગેનો જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં આવશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Aapnu Bhavnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં આવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ABP News દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ભાવનગર અને અમદાવાદ વચ્ચેના રોડને 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. 9 મહિના સુધી ડાયવર્ઝન કરવાના નિર્ણયને રદ કરાયો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ જાહેરનામાનો વિરોધ કર્યો હતો. 9 મહિના સુધી 80 કિલોમીટરના ડાયવર્ઝનના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.”

તેમજ અમદાવાદના અધિક કલેક્ટર સુધીર કે પટેલ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવેલુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
Sr_no_39-2023પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: અમદાવાદ-ભાવનગર હાઈ-વે 9 મહિના માટે બંધ નહીં રહે… જાણો શું છે સત્ય.
Fact Check By: Frany KariaResult: False
