તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર તોડી પાડવામાં આવેલી મસ્જિદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તોડી પાડવામાં આવી રહેલી મસ્જિદનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ચીનનો અને તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં તુર્કી કાતે આવેલા ભૂકંપને કારણે તોડી પાડવામાં આવેલી મસ્જિદનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કહાં ગયા હૈદરાબાદી સૂવ્વર. ? તેરા બાપ ચાઇના હરરોજ મસ્જિદેં તોડ રહા હૈ..એક શબ્દ તો નિકાલ..પિછવાડા તોડ દેગા..બૈઠને કે લાયક હી નહીં રહેગા. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને યુટ્યુબ પર Gazete Duvar દ્વારા અપલોડ કરવામાં આવેલ આવો જ એક વીડિયો મળ્યો હતો. આ વીડિયો વાયરલ વીડિયો સાથે મેળ ખાતો હતો અને તેને અલગ એન્ગલથી શૂટ કરવામાં આવ્યો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના તુર્કીના અદાના શહેરમાં બની હતી. જ્યારે એક મસ્જિદનો મિનારો તોડી પાડવામાં આવ્યો હતો. મસ્જિદનું નામ ‘Gökoğlu’ જણાવવામાં આવ્યું છે. ટાવર જમીન પર ધરાશાયી થતાની સાથે જ નજીકમાં ઉભેલા લોકો તેના કાટમાળ નીચે દબાયેલા જોઈ શકાય છે.

મળેલી માહિતીની મદદથી અમે આ વીડિયો સંબંધિત અન્ય રિપોર્ટ્સ શોધી કાઢ્યા હતા. જેમાં અમને 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ તુર્કી મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 6 ફેબ્રુઆરી ,2023 ના રોજ તુર્કીના ‘Pazarcık’ અને ‘Elbistan’ જિલ્લામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના પછી ઘણી ઇમારતો અને મસ્જિદો ધ્વસ્ત થઈ ગઈ હતી. આને ધ્યાનમાં રાખીને, અદાના સ્થિત ‘Gökoğlu’ મસ્જિદના મિનારાને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ભવિષ્યમાં કોઈને અકસ્માતનો ભોગ ન બનવું પડે. જ્યારે મસ્જિદનો મિનારો તોડવામાં આવી રહ્યો હતો ત્યારે મિનારાના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. જેના કારણે ત્યાં હાજર લોકો ઘાયલ થયા હતા. જો કે આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી.

ચીનમાં મસ્જિદોની સ્થિતિ

અમે બીબીસીનો એક અહેવાલ જોયો. જેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2020થી ચીનના નિંગ્ઝિયા વિસ્તારમાં 1300થી વધુ મસ્જિદો બંધ કરી દેવામાં આવી છે અથવા તેનો ઉપયોગ બદલવામાં આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ વિસ્તારમાં રહેતા વીગર મુસ્લિમોના વ્યવસ્થિત માનવાધિકાર ઉલ્લંઘન અને શોષણના વધતા પુરાવા પછી આ અહેવાલ આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તોડી પાડવામાં આવી રહેલી મસ્જિદનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ચીનનો અને તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં તુર્કી કાતે આવેલા ભૂકંપને કારણે તોડી પાડવામાં આવેલી મસ્જિદનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False