આ ફોટો હાલમાં હવાઈમાં લાગેલી આગનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગનો ફોટો છે.

અમેરિકાના હવાઈમાં હાલમાં વિકરાળ આગ લાગી હતી જેની સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં ઝાડ સિવાય સમગ્ર વસ્તુઓ આગની ઝપેટમાં આવેલી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હવાઈમાં લાગેલી આગ બાદ થયેલા વિનાશ દરમિયાનનો આ ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hiren Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં હવાઈમાં લાગેલી આગ બાદ થયેલા વિનાશ દરમિયાનનો આ ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને લોસ એન્જલ્સ ટાઈમ્સ દ્વારા 20 નવેમ્બર 2018ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ક્લાર્ક રોડની નજીક, કેલિફોર્નિયાના પેરેડાઇઝમાં કેમ્પ ફાયરથી વિનાશનું હવાઈ દ્રશ્ય.” જે તમે નીચે જોઈ શકો છો.

LA TIMES | ARCHIVE

તેમજ આ સિવાય Mercurynews, SFgate, CNBC સહિતના મીડિયા હાઉસ દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાશે શેર કરવામાં આવેલો ફોટો કેલિફોર્નિયામાં નવેમ્બર 2018માં લાગેલી આગ દરમિયાનનો ફોટો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કેલિફોર્નિયાના પાંચ વર્ષ જૂના આગના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context