ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટ્રંપ આ સીન જોઇ લે તો બેભાન થઈ જાય. કોરોના ની ઐસી તૈસી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે. આ પોસ્ટને 181 લોકોએ લાઈક કરી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.05-18_49_43.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને પંજાબની બરનાલા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gurmeet Singh Meet Hayer દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 18 જુલાઈ, 2016 ના રોજ આજ ફોટો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પંજાબના મનસા જિલ્લાનો પરિવાર અકાલી દળ દ્વારા બનાવવામાં આવેલી ગટર વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યો છે. 

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો પંજાબ કેસરી દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથે પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Cn4ZXCLXYAAtGbJ.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો નહીં પરંતુ વર્ષ 2016 માં પંજાબ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો નહીં પરંતુ વર્ષ 2016 માં પંજાબ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False